Vadodara

શહેરમાંથી લેવાયેલા 8,982 સેમ્પલ માત્ર 521 કોરોના પોઝિટિવ કેસ મળ્યા

વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 521 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,364 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાને કારણે 4 મરણ નોંધાતા મોતની સંખ્યા 593 પર પહોંચી હતી. વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 8,982 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં 521 પોઝિટિવ અને 8,461 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 8,385 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 7,867 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 518 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 317 અને 201 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 4,369 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 774 વ્યક્તિઓને રજા અપાઈ છે.

આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 58,386 ઉપર પહોંચી હતી.જ્યારે શહેર વિસ્તારના માંજલપુર, કારેલીબાગ, તાંદલજા, અકોટા, ઇલોરાપાર્ક, પાણીગેટ, એકતાનગર, કિશનવાડી, ફતેગંજ, વાઘોડીયા રોડ, અલકાપુરી, શિયાબાગ, આજવા રોડ, ગોત્રી, નાગરવાડા, સમા, સોમાં તળાવ, માણેજા, વાસણા રોડ, જેતલપુર, વારસીયા, ફતેપુરા, અટલાદરા, તરસાલી, વાઘોડીયા રોડ, હરણી, ન્યુ વી.આઇ.પી. રોડ, સુભાનપુરા, ગોરવા, વડસર વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.જ્યારે ગ્રામ્યમાં ડભોઇ, સાવલી, પાદરા, કરજણ, શેરખી, વરસાડા, વરણમા, રણોલી, કંડારી, લતીપુરા, શિનોર, દિવેર, સેજાકુવા, દસરથ, અણખી, માનપુરા, બાજવા, વેજપુર, સમીયાલા, ઉડેરા, ડબકા, વાઘોડીયા, રૂસ્તમપુરા, પલાસા, ડેસર, બામણગામ, પલાસવાડા, ચોરભુજ, અંટોલી, વાંકાનેર, ગોરજ ખાતેથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. ગુરુવારે 774 દર્દીઓને નિયમ પ્રમાણે રજા આપવામાં આવી હતી.જેમાં 110 સરકારી હોસ્પિટલ,156 ખાનગી હોસ્પિટલ અને 508 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે.

મ્યુકોરમાઈકોસિસના નવા 23 દર્દી સાથે કુલ 230

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 17 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ સાથે કુલ આંક 291 પર પહોંચ્યો હતો.જ્યારે એસેસજીમાં 15 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.ગુરુવારે 2 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.તેમજ સારવાર લઈ રહેલ 1 દર્દીનું મોત નીપજ્યું હતું. એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 17 દર્દીઓ નોંધાયા છે.

જેથી અત્યાર સુધીનો કુલ આંક 230 પર પહોંચ્યો છે.દિવસ દરમિયાન 15 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.એસેસજીમાં કુલ 29 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 9 તથા 20 દર્દીઓની લોકલ .એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી.જેમાં 2 દર્દીઓની આંખો કાઢી નાખવાની ફરજ પડી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે એસેસજી હોસ્પિટલના બિછાને 1 દર્દીનું મોત થયું હતું.

જ્યારે 1 દર્દી સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.ગોત્રી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 6 દર્દીઓ નોંધાયા છે.જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે.જ્યારે 8 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.અને 15 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દુરબીનથી નાકની અંદરની સર્જરી 7 અને લોકલ એનેસ્થેશિયા આપીને 8 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.જ્યારે ગોત્રી હોસ્પિટલ માંથી દિવસ દરમિયાન 1 દર્દી સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.

Most Popular

To Top