વડોદરા: શહેરમા આજે હનુમાન જયંતિને લઈને બજરંગબલીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વડોદરામા આવેલ હનુમાનજી મંદિરો શણગારવા મા આવ્યા છે. કેટલાક મંદિરો મા આજે શોભયાત્રા નીકળશે સાંજે ભજન ભોજન ભંડારા ના પણ આયોજન કરાયા છે. શહેર ના હરણી, રોકડનાથ, હઠીલા હનુમાનજી સુરસાગર, કાળા ઘોડા પાસે આવેલ પંચમુખી હનુમાન, ચોંખડી, વૃદાવન ચોકડી વાઘોડિયા રોડ, ગોત્રી ખાતે ના કષ્ટભંજન હનુમાન સહિત શહેર મા આવેલ અનેક હનુમાન મંદિરો મા હનુમાન ચાલીસા સહિત હોમ હવન ના વિવિઘ ઘાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.
આમ ઉત્સવપ્રિય નગરી વડોદરા આજે હનુમાનજી મય બનેલી જોવા મળશે.દરરોજ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરતી વખતે પરિવાર માટે શુભકામનાઓ કરવી જોઈએ.હનુમાનજી દરેક દુષ્ટ શક્તિનો નાશ કરીને દરેક કાર્યમાં આગળ વધવામાં મદદ કરશે. ચૈત્ર પૂર્ણિમા પણ હનુમાન જયંતિ પર આવે છે અને આજે શુક્રનું રાશિ પરિવર્તન પણ થશે. તો બીજી બાજુ ગુરુ અને શુક્રની સ્થિતિથી લક્ષ્મીયોગનું પણ નિર્માણ થશે. જેના કારણે હનુમાન જયંતિ ખુબ જ મહત્વણપૂર્ણ રહેવાની છે.
હનુમાનજી કળિયુગમાં જાગ્રત દેવતા છે
મનુષ્ય જ્યારે ચોમેરથી વિપદાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે જેમનું સ્મરણ માત્ર તમામ સંકટમાંથી ઉગારી શકે છે તેવા હનુમાનજીની જયંતિ શહેર માં આસ્થાપૂર્વક ઉજવવામાં આવશે. ભક્ત બજરંગ બલી ઘણા નામોથી ઓળખાય છે. ભગવાન હનુમાનને દરેક સમસ્યાનું નિવારક પણ માનવામાં આવે છે. હનુમાનજીના ભક્તો પર તેમની કૃપા હંમેશા બની રહે છે. હનુમાનજી કળિયુગમાં જાગ્રત દેવતા છે.
હનુમાનજી આજે પણ અમર
સતયુગના પુરૂષો આજે પણ જીવિત છે. સાત સતયુગના પુરૂષો જે આજે કળયુગમાં પણ જીવિત છે. આ સાતેય કોઇને કોઇ વચન, નિયમ કે શ્રાપથી બંધાયેલા છે અને તેઓ ઘણી દિવ્ય શક્તિઓથી સંપન્ન છે. કથાઓમાં 7 અમર વ્યક્તિઓનું વર્ણન છે, જેમાં સતયુગ ના પરશુરામ જી, હનુમાન જી, વિભીષણ, રાજા બલી, વેદવ્યાસ જી, કૃપાચાર્ય અને અશ્વત્થામા છે.
બ્રહ્મચારી હનુમાનજી ને એક પુત્ર પણ હતા
લંકામા રાવણે લગાવેલ પોતાની પૂંછડીની આગને શાંત કરવા માટે હનુમાનજી દરિયામાં કુદી પડ્યા, ત્યારે તેના શરીરમાંથી પરસેવાનું એક ટીપું પાણીમાં પડ્યું અને તે ટીપું પાણીમાં રહેલી માછલીના પેટમાં ગયું, જેના કારણે માછલીના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો, જે મકરધ્વજ તરીકે ઓળખાયા ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે. જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે, અહીં હનુમાનજી પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે. રાજસ્થાનના અજમેરથી 50 કિલોમીટર દુર જોધપુર રસ્તા ઉપર આવેલું બ્યાવરમાં હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર આવેલું છે.
બાહુબલી હનુમાનજીનો જન્મ આ જગ્યાએ થયો હતો
ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો. પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિ. મી. નાં અંતરે આવેલા અંજની પર્વત, અંજની ગુફા અને અંજની કૂંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે. આ વિસ્તાર ઘણા સમય સુધી અજાણ હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અખબારોના પાને હનુમાનજીના જન્મની લોક વાયકાઓ પ્રસિધ્ધ થતાં આ સ્થળ સપાટી પર આવ્યું છે.