Sports

વન-ડે વર્લ્ડકપના શિડ્યુલમાં ધરખમ ફેરફાર, પાકિસ્તાન 14 ઓક્ટોબરે ભારત સાથે અમદાવાદમાં રમવા સંમત

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતમાં આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ હવે આ શિડ્યુલમાં નવરાત્રીના (Navratri) તહેવારને કારણે ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત-પાકિસ્તાન (India-Pakistan) સહિત 6 મેચોની તારીખોમાં હવે ફેરબદલ કરવામાં આવી છે.

આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત- પાકિસ્તાની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ તે 14 ઓક્ટોબરે રમાવા જઈ રહી છે. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તેની બે મેચોની સૂચિત તારીખોમાં ફેરફાર કરવા પર આઈસીસી અને બીસીસીઆઈ સાથે સંમત થયા છે.

આ પહેલા સમાચાર હતા કે માત્ર ભારત-પાકિસ્તાન મેચની માત્ર તારીખ બદલાશે. પરંતુ હવે જાણકારી સામે આવી છે કે ભારત-પાકિસ્તાન મેચ સહિત કુલ 6 મેચોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવી શકે તેવી સંભાવના છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ યોજાશે.

આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાનની બીજી મેચમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાઈ શકે છે. જ્યારે ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 9 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાનાર મેચ હવે 12 ઓક્ટોબરે રમાઈ શકે છે.

આ સિવાય 14 ઓક્ટોબરે બપોરે દિલ્હીમાં રમાનાર ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ સવારે યોજાશે. આ સાથે, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે 14 ઓક્ટોબરની સવારે રમાનારી મેચને 15 ઓક્ટોબરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. આ સિવાય 9 ઓક્ટોબરે પણ મેચ યોજાય તેવી શક્યતા છે.

વર્લ્ડ કપની આ મોટી મેચોમાં ફેરફાર થઈ શકે છે

  • ભારત Vs પાકિસ્તાન – 15 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર શિફ્ટ
  • પાકિસ્તાન Vs શ્રીલંકા – 12 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર
  • ન્યૂઝીલેન્ડ Vs નેધરલેન્ડ્સ – 9 ઑક્ટોબરથી 12 ઓક્ટોબર
  • ઈંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન – ઑક્ટોબર 14 બપોર પછી સવારમાં શિફ્ટ થઈ શકે છે
  • ન્યુઝીલેન્ડ Vs બાંગ્લાદેશ – 14 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર
  • ડબલ હેડર ડેમાંથી કોઈ એક મેચ 9 ઑક્ટોબરે શિફ્ટ કરી શકાય તેવાં એંધાણ છે.

Most Popular

To Top