ઓડિશા(odissa)ના સોનપુરથી એક આશ્ચર્યજનક કિસ્સો (shocking news) સામે આવ્યો છે. જી હા અહીંની એકે લગ્ન(marriage)ની ઘટના એવી બની છે જે વિદાય દરમિયાન દુલ્હનનું મોત (bridal death)નીપજ્યું હતું. અને અચાનક પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. તેની વિદાયમાં દુલ્હન એટલું રડી કે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.
ખરેખર, આ કિસ્સો ઓડિશાના સોનપુરનો છે, જ્યાં શુક્રવારે લગ્ન સમારંભની ખુશી અચાનક શોકમાં ફેરવાઈ ગઈ હતી. અહીં જુલાંડા ગામની મુરલી સાહુની પુત્રી રોસીના લગ્ન બાલનગીર જિલ્લાના તેતલગાંવના રહેવાસી બિસિકાસન સાથે થયાં. અને વધી વિધિ સંપૂર્ણ રીતે ખુશીના માહોલ વચ્ચે પૂર્ણ થઇ હતી. પરંતુ જ્યારે તે વિદાય લઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી અને સમગ્ર ખુશીના માહોલ વચ્ચે શોકનું મોજું ફરી વળ્યું હતું.. જવલ્લે જ જોવા મળતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગઈ હતી, અને ખુશીમાં ભાગ લેવા આવેલા જાનૈયાને પણ અચાનક માતમનો ભાગ બનવું પડ્યું હતું.
લગ્નની વિધિના એક ભાગેરૂપે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર સામાન્ય રીતે વિદાયની વિધિ અંતે થતી હોય છે, પણ તેના પરિવારે પણ ક્યાં વિચાર્યું હોય કે તેના જીવનની જ આ અંતિમ વિધિ હતી. લગ્નની આ અંતિમ વિધિ દરમિયાન કન્યા સતત રડતી હતી. અને પરિવારથી દૂર થવાના આઘાતમાં એટલું રડી કે પછી અચાનક તે બેહોશ થઈ ગઈ અને જમીન પર લથડી પડી. સ્થળ પર હાજર પરિવારના સભ્યો અને સંબંધીઓએ તેનું માલિશ કરીને અને તેના ચહેરા પર પાણી છાંટીને તેને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને હોશમાં લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. તેણીને તુરંત જ ડુંગુરીપાલી સમુદાય આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી હતી.
હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટરે તેને હાર્ટ એટેકના કારણે મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી હતી. રોસીના મોતના સમાચાર પછી, વિસ્તારના લોકોમાં આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
જુલાંડા ગામની રહેવાસીએ જણાવ્યું હતું કે રોસી ઘણાં તાણમાં જીવી રહી હતી કારણ કે તેણીએ થોડા મહિના પહેલા પિતા ગુમાવ્યા હતા. તેના મામા અને કેટલાક સામાજિક કાર્યકરોએ સાથે મળીને આ લગ્નનું આયોજન કર્યું હતું. પરંતુ દુઃખની વાત છે કે હવે એજ મામા મોસાળે તેની અર્થી પણ ઉઠાવવી પડશે.