National

ઓડિશામાં પોસ્ટર સાથે દેખાયેલા રશિયન શરણાર્થીએ કેમ મદદ માંગી : તે કોનો વિરોધ કરી રહ્યો હતો ?

નવી દિલ્હી : હાલ ઓડિશાના (Odisha) રાજગઢમાં બે રશિયન પ્રવાસીઓના રહસ્યમય મોતનો મામલો સતત ચર્ચાઓમાં છે. દરમિયાન રાજ્યમાં જ એક રશિયન નાગરિક (Russian citizen) પુતિન વિરોધી પોસ્ટર સાથે જોવા મળ્યો છે. દરમ્યાન શુક્રવારે ભુવનેશ્વર (Bhubaneswar) રેલ્વે સ્ટેશનની (Railway Station) બહાર એક 60 વર્ષીય વ્યક્તિ જોવા મળ્યો હતો. જેમના હાથમાં પોસ્ટર પણ હતું. આ પોસ્ટ પર લખવામાં આવ્યું હતું કે, “હું એક રશિયન શરણાર્થી (Refugee) છું. હું યુદ્ધ અને પુતિનની વિરુદ્ધ છું. હું બેઘર છું. કૃપા કરીને મારી મદદ કરો.” આ વ્યક્તિની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ પહેલા પણ આ યુવક નવેમ્બરમાં સ્ટેશન પર જોવા મળ્યો હતો. થોડા દિવસો પછી તે ફરી એક વાર જોવા મળ્યો હતો.

  • એક રશિયન નાગરિક પુતિન વિરોધી પોસ્ટર સાથે જોવા મળ્યો છે
  • હું એક રશિયન શરણાર્થી છું. હું યુદ્ધ અને પુતિનની વિરુદ્ધ છું. હું બેઘર છું
  • “ભુવનેશ્વરમાંથી કોઈ રશિયન ગુમ થવા અંગે કોઈ પોલીસ ફરિયાદ મળી નથી

ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર પોસ્ટર સાથે જોવા મળ્યો હતો
પોસ્ટર લઇને સામે આવેલા આ રેફ્યુજી અંગે પોલીસે અગાઉ તેના ગુમ થવાની સૂચનાઓને ગણકારી કાઢી હતી.આ અંગે ભુવનેશ્વર પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, “ભુવનેશ્વરમાંથી કોઈ રશિયન ગુમ થવા અંગે કોઈ પોલીસ ફરિયાદ મળી નથી. અમે GRP પાસેથી પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને અત્યાર સુધી જે જાણવા મળ્યું છે તે એ છે કે આ વ્યક્તિ રશિયન નાગરિક છે અને છેલ્લા કેટલાક સમયથી અહીં ઓડિશામાં રહે છે. તે એક મહિના પહેલા ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર પણ આ જ પોસ્ટર સાથે જોવા મળ્યો હતો. અમે તેના વિશે અમે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

સ્ટેશન પર પોસ્ટર સાથેના માણસને પહેલીવાર જોયો: રેલ્વે પોલીસ
રેલ્વે પોલીસના એક ઉચ્ચ અધિકારીએ આ અંગેની માહિતી આપી હતી કે જીઆરપી પાસે આવા રશિયન વિશે કોઈ ગુમ થયેલ રેકોર્ડ નથી. અધિકારીએ કહ્યું, “નવેમ્બર મહિનામાં અમે સ્ટેશન પર પોસ્ટર સાથેના માણસને પહેલીવાર જોયો. અમે તેના પાસપોર્ટની ચકાસણી કરી. તે મુસાફરો પાસેથી પૈસા માંગતો હતો. અમે તેની વિગતો ચકાસીને તેને તે સમયે પુરી પરત મોકલી દીધો.હતો “. ત્યારથી તે તેના ગ્રુપ સાથે પુરીમાં રહે છે. જોકે આ ઘટનાને રાયગડાની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.”

Most Popular

To Top