World

વિદેશની ધરતી પર હિન્દુનું માન વધ્યુંઃ ઓસ્ટ્રેલિયન સરકારે હિન્દુઓ માટે કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ હિન્દુઓ ગૌરવ લઈ શકે તેવી જાહેરાત ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવી છે. અહીં હિન્દુ હેરિટેજ મંથની જાહેરાત કરવામાં આવી છે. હિન્દુ કોમ્યુનિટીના મેમ્બર્સના પ્રયાસોના પગલે ઓસ્ટ્રેલિયન સરકારે આ જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024ના મહિનાને હિન્દુ હેરિટેજ મંથ જાહેર કરાયો છે.

  • ઓસ્ટ્રેલિયા સરકારે હિન્દુઓ માટે કરી મોટી જાહેરાત
  • ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરને ‘હિન્દુ હેરિટેજ મંથ’ જાહેર કરાયો

એનએસડબ્લ્યુના મેમ્બર ડો. એન્ડ્ર્યુએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હિન્દુઓના પોઝિટિવીટી, યુનિટના સંસ્કારે પ્રભાવિત કર્યા છે. હિન્દુઓ ઓસ્ટ્રેલિયન કોમ્યુનિટીના મહત્ત્વનો અંગ બની ગયા છે. નવરાત્રિ, દુર્ગાપુજા, લક્ષ્મીપુજા, દિવાળીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઓક્ટોબરમાં હિન્દુઓના મહત્ત્વના તહેવાર આવતા હોય છે, તેથી આ મહિનાને હિન્દુ હેરિટેજ મંથ જાહેર કરાયો છે.

હિન્દુ કોમ્યુનિટી ઓસ્ટ્રેલિયાના વેપાર, રમત તમામ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વિદેશની ધરતી પર હિન્દુઓને અપાયેલા આ સન્માનને પગલે હિન્દુઓનું માથું ગૌરવથી ઉંચું થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા સુરતના જીએસટી પ્રેક્ટિશનર હેમાંશુ જોશીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુઓ માટે આ ખૂબ જ ગૌરવપ્રદ ક્ષણ છે. દિવાળીની ઉજવણીનો ઉત્સાહ વધી ગયો છે.

અમેરિકાના જ્યોર્જિયામાં ગયા વર્ષે હિન્દુ હેરિટેજ મંથની ઉજવણી કરાઈ હતી
આ અગાઉ ગયા વર્ષે ઓગસ્ટ 2023માં અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ મંથ જાહેર કરાયો હતો. હિન્દુ-અમેરિકન સમુદાયના જ્યોર્જિયામાં યોગદાનને સન્માનિત કરવાના હેતુથી આ જાહેરાત કરાઈ હતી. હિન્દુ વારસાને તેની સંસ્કૃતિ અને ભારતની વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી ત્યાં ઉજવણી કરાઈ હતી.

Most Popular

To Top