વડોદરા : સંસ્કાર નગરી વડોદરા મા સુશાસન કે અનુશાસન- વ્યવસ્થાના મુળમા જોતા શહેરના વહીવટી તંત્રના મુળમા બે મુખ્ય અધિકારી છે. સ્વચ્છતા સુંદરતા સ્થાપત્યોની જાળવણી સ્થાયી અસ્થાયી નાના મોટા દબાણો ચાલવા વાહનવ્યવહાર મા અવરોધ કોઈ પણ પોળ બજાર રસ્તા ફુટપાથો પર ન થાય વિગેરેની મુખ્યજવાબદારી મ્યુનિસિપલ કમિશનરશ્રી ની છે તથા તેમના હાથ નીચે ના અધિકારી ઓની પણ છે ટ્રાફિક વ્યવસ્થાનુ નિયમન અયોગ્ય પાર્કીંગ તથા અયોગ્ય દબાણોમા સેવા સદન સાથે સંયુક્ત જવાબદારી પણ છે. તેમ સામાજિક કાર્યકર કિર્તી ભાઇ પરિખે જણાવ્યું છે.
પોલિસ અધિકારી થી માંડી તમાશો જોતા હોય એમ અસહાય અવસ્થામા ઉભાં રહેતા ટ્રાફીક પોલીસ માત્રની જ છે .વળી ઉત્સવો તહેવારો રાજકીય પ્રસંગો મા પણ નિયમોનું કડક પાલન થાય તેની પણ જવાબદારી છે. IAS IPS અધિકારીઓ પોતાની આ જવાબદારી સારી રીતે સમજતા હોય છે.
મહદ્દઅંશે ફરજ પ્રત્યે પ્રમાણિક અને નિષ્ઠા પણ ધરાવતા હોય છે. છતાંય વડોદરા મા પાછલા વર્ષોમાં તથા ગઇકાલ સુધી આ બધી બાબતો મા અરાજકતા ખાસ કરીને જુના શહેર વિસ્તાર ના ચોખંડીથી માંડવી સહિત ચારદરવાજા અને માર્કેટ ટાવર રોડ સુધી કેમ સામાન્ય નાગરિકો અનુભવી રહ્યાં છે.
પાછલા બે મ્યુનિસિપલ કમિશનરશ્રી ઓએ નોકરીમા બદલી માંગવી પડી.ભલે સરકારી નોકરી હોઇ સાચું કારણ જાહેર કરવામાં તેઓ ચુપ રહેતા હોય પણ વહીવટી નિર્ણયોમાં રાજકીય ડખલ ની સર્વત્ર ચર્ચા કેમ છે ? કોરોનાના વ્યાપ પર અંકુશ માટે સરકાર ની ગાઇડલાઇન ના ઉલ્લંધન કરવામાં સંક્રમણ વધે એવા ટોળા થાય એવી ધાર્મિક રાજકીય પ્રસંગો ની ઉજવણીમા શાસન સાથે સંકળાયેલા જ હોય છે! શહેર ને કદરુપુ બનાવવા અગણિત બેનરો ના ફોટા શાસન સાથે સંકળાયેલા ના જ સૌથી વધુ હોય છે.
હેરીટેજ ઇમારતો દરવાજા પર બેનર ન લગાડવા નો મ્યુનિસિપલ કમિશનરશ્રી નો જ પરિપત્ર છે જ ત્યાંરે કડક અનુશાસન નુ પાલન કરાવનાર અધિકારી ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થાય છે!
ભય નીચે કામ કરતા અધિકારી ઓ અસલામત અનુભવે છે.તેથી ઘણી બાબતોમા રગશીયુ ગાડુ કે ધક્કેલ પંચા દોઢસો જેવી સ્થિતી વચ્ચે વડોદરા માં પાછલા વર્ષો મા ભ્રષ્ટાચાર ની ખુબ ચર્ચા રહી. કોઈ પણ ખાતાનો અધિકારી છુપા રાજકીય આશિર્વાદ વગર આ કરી શકે એવુ પ્રજા માની શકે તેમ નથી. પીવાના પાણીથી વંચિત પ્રજાએ વર્તમાન ચુંટણીઓમા મજબુત વિકલ્પ ના અભાવે તથા વડાપ્રધાન ની કામગીરી થી પ્રભાવિત હોઇ સારુ કામ કરશો એવી અપેક્ષાથી ચુંટ્યા છે.