Feature Stories

જુની યાદોનુ઼ં ઓબ્સેશન બન્યું અનોખી વસ્તુઓનુ઼ં કલેક્શન

લોકોને કંઈક ને કંઈક નવનવા શોખ થતાં રહે છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમને જૂની વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય છે ત્યારે એ જૂની વસ્તુઓમાં તમને કાગળનો જૂનો ટુકડો લગતા સ્ટેમ્પ પેપર પણ મળી આવશે અને રાજા મહારાજાઓના સમયના સિક્કાઓ કે કોઈ એન્ટિક વસ્તુઓ પણ જોવા મળી આવશે. કેટલાંક લોકોને ભલે આ વસ્તુઓ નકામી લગતી હોય પણ એન્ટિક વસ્તુઓના શોખીનોને મન તો આ વસ્તુઓ મહામૂલી હોવાનો અહેસાસ આપે છે અને આવી વસ્તુઓ તેઓ કોઈપણ ભોગે સાચવે પણ છે અને જો કોઈ પાસે મળી જાય તો તેને કોઈપણ રીતે ખરીદતા પણ અચકાતા નથી ત્યારે આજે સિટીપલ્સની ટીમ આવા જ કેટલાંક એન્ટિક રસિયાઓની મુલાકાત કરાવશે જેમનું કલેક્શન જોઈને તમે પણ જૂના સમયમાં પહોચી નહીં જાઓ તો જ નવાઈ.

આવનારી પેઢીને જાણ થાય એ માટે વસ્તુઓનું કલેક્શન કરું છુ : ધવલ ભંડારી
શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલભાઈની તો વાત જ અલગ છે. ધવલભાઈએ તો પોતાના ઘરમાં મીની મ્યુઝિયમ જ ઊભું કરી દીધું છે. ધવલભાઈ કહે છે કે, મારી પાસે 25 થી 30 વસ્તુઓનું કલેક્શન છે, જેમાં 1940 થી લઈને અત્યાર સુધીના 100 જેટલા રેડિયો ઉપરાંત ટીવી, ગ્રામોફોન, રેકોર્ડ્સ, ઓડિયો કેસેટ્સ, વાસણો તથા બોટલો તેમજ અન્ય એન્ટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ મેં દેશના અલગ અલગ શહેરોમાથી કલેક્ટ કરી છે. મારા ગ્રૂપમાં બધાને મારા આ શોખ વિષે જાણ હોવાથી ક્યાંક કોઈ જૂની વસ્તુઓ હોય તો તેઓ મને જાણ કરે છે અને હું તે મારા કલેક્શનમાં ઉમેરતો રહું છુ. જો કે હવે મારી પાસે એટલી બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ છે કે મારા ઘરનો એક માળ મેં આ વસ્તુઓ મૂકવા માટે જ બનાવ્યો છે અને એક કે બે મહિનામાં હું સાફ કરી લઉં છુ. કેટલીક વસ્તુઓ તો હવે એટલી જૂની થઈ ગઈ છે કે, ખૂબ જ સંભાળ પૂર્વક તેને સાચવીને સાફ કરવી પડે છે, નહીં તો તે તૂટી જાય જો કે મે ક્યારેય આ વસ્તુઓ વેચવાનો વિચાર નથી કર્યો પણ જો કોઈને આવી વસ્તુઓ પસંદ હોય અને તેઓ મારી પાસે માંગે તો હું પ્રેમથી આપી દઉં છુ. આ વસ્તુઓ ભેગી કરવાનો મારો હેતુ માત્ર એટલો જ છે કે, કેટલીક વસ્તુઓ આજે લુપ્ત થતી જાય છે તો આવનારી પેઢી આ વસ્તુઓ જોઈ શકે. લોકો કેવી વસ્તુઓનો ઉપયોગ કરતાં હતા.’

બાળપણ જીવતું રાખવા રમકડાંનો સંગ્રહ કરવાનો ક્રેઝ જાગ્યો : રિતેશ ભંડારી
રિતેશ ભંડેરીનું કલેક્શન જોઈને તો બાળપણ યાદ ન આવી જાય તો જ નવાઈ. ઉધના દરવાજાના રિતેશભાઈના કલેક્શનમાં જેવા મળશે તમને અલગ અલગ રમકડાઓનો ભંડાર અને સાથે રંગબેરંગી ગાડીઓ. રિતેશભાઇ કહે છે કે, આમ તો હું અલગ અલગ કોઈન ભેગા કરવાનો શોખ ધરાવું છુ અને અત્યાર સુધી મે 1882 થી લઈને અત્યાર સુધીના 150 થી 200 કોઈન આલબમ બનાવીને સાચવી પણ રાખ્યા છે. પણ મને બાળપણથી રમકડાં અને ખાસ કરીને ગાડીઓ રમવાનો ઘણો શોખ હતો. કલરફૂલ અલગ અલગ શેપની ગાડીઓ અને અવનવા રમકડાં જોઈને આજે પણ મને મારૂ બાળપણ યાદ આવી જાય છે. એ સમયમાં રમકડાંથી રમવાની મઝા જ કઈ ઓર હતી, જ્યારે આજે તો બાળકો મોબાઇલમાં જ ગેમ રમીને સંતોષ માને છે. જેથી આવનારી પેઢીને કદાચ કયા રમકડાં કેવી રીતે રમવા તે પણ મોબાઇલમાં જ સર્ચ કરવું પડે તો નવાઈ નહીં.’

મૃત પતંગિયાની પાંખો અને સાપની કાંચળી સાચવી રાખું છુ: અનેરી શાહ
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી અનેરી શાહ જણાવે છે કે, મને બાળપણથી પતંગિયાની પાંખોના રંગો જોવાનું બહુ ગમતું. ત્યારે તો હું સુરત નજીકના એક ગામમાં રહેતી હોવાથી ઘણાં પતંગિયા અને જીવજંતુઓ જોવા મળી જતાં પણ હવે સિટીમાં તો આવું ખાસ જોવા મળતું નથી એટ્લે છેલ્લા દસેક વર્ષથી હું મૃત્યુ પામેલા પતંગિયાની પાંખ ભેગી કરું છુ જેથી હું તેને હંમેશા જોઈ શકું. આ સાથે જ મને ક્યારેક ક્યાંક સાપની કાચળી જોવા મળે તો એ પણ હું કલેકટ કરી લઉં છુ. આ બધુ કલેક્શન હું એક નોટબુકમાં સાચવીને રાખું છુ જેથી એ વર્ષો સુધી સચવાઈ રહે છે. આ વસ્તુઓ સાચવવા પાછળનું એક કારણ એ પણ ખરું કે, મને ગમતી વસ્તુઓ હું ગમે ત્યારે જોઈ શકું અને એ બહાર ક્યાંક પડ્યું રહે તો કચરામાં જાય એ મને નહીં ગમે. મારો શોખ થોડો વિચિત્ર તો છે જ પણ કુદરતની આ કીમતી ભેટ હું સાચવી રાખવા માંગુ છુ.

મારા કર્ણાટકના જૂના ઘરમાંથી કોઈન મળતા શોખ જાગ્યો : ગુરુદત્ત શેનોય
શહેરના ઘોડદોડ વિસ્તારમાં રહેતા ગુરુદત્ત શિનોયની વાત કરીએ તો એમની પાસે 17 મી સદીથી લઈને અત્યાર સુધીના અલગ અલગ કોઇન્સ તથા અલગ અલગ સ્ટેમ્પ્સ અને એન્ટિક વસ્તુઓનું કલેક્શન છે . ગુરુદત્ત શિનોય જણાવે છે કે, હું વર્ષોથી સુરતમાં સ્થાઈ થયો છુ પણ હું મૂળ કર્ણાટકનો છુ તો ત્યાં મારૂ એક જૂનું મકાન હતું, એકવાર મને ત્યાંથી કેટલાંક જૂના કોઇન્સ મળી આવ્યા જેથી મને કુતૂહલ જાગ્યું અને મેં તેના વિષે તપાસ કરી અને મને તેની હિસ્ટ્રી જાણવા મળી તો મને આવા અન્ય કોઇન્સ પણ ભેગા કરવાનો શોખ જાગ્યો અને મેં આવા કોઇન્સનું એક આલ્બમ બનાવ્યું છે જેમાં મે કોઈન અને તેના વિષે માહિતી લખી છે જેથી આજની પેઢી જુએ તો તેના વિષે જાણી પણ શકે. લોકો માહિતગાર થાય એ માટે ક્યારેક એક્ઝિબિશન પણ કરતો રહું છુ અને જો કોઈ પાસે એવા કોઈન હોય જે મને જોઈતા હોય તો હું કોઈન એક્સચેન્જ કરી લઉં છુ. કોઇન્સની સાથે સાથે મારી પાસે અનેક સ્ટેમ્પ તથા એન્ટિક વસ્તુઓ અને વાસણો પણ છે જેનો ઉપયોગ હું મારા ઘરના ડેકોરેશન માટે કરું છું અને બાકીના સામાન મારે એક કાચવાળો શોકેશ બનાવ્યો છે જેથી કોઈને વસ્તુઓ જોવી હોય તો જોઈ શકે છે. કારણ કે આવી વસ્તુઓને બહારની હવા ન લાગે તે ખાસ ધ્યાન રાખવાનું હોય છે.’

Most Popular

To Top