સુરત(Surat): સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના નર્સિંગ (NursingStaff) કર્મચારીઓ આજે વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન (Protest) કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના 500 જેટલા નર્સિંગ કર્મચારીઓ જોડાયા હતા.
સુરત મ્યુનિસિપલ કમિશનરે અને કોલેજ ના ડીનને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. વિરોધ પ્રદર્શન સાથે હોસ્પિટલ કેમ્પસમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાનું પાઠ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. નર્સિંગ સ્ટાફની હડતાળના પગલે દર્દીઓ અટવાયા હતા. સમયસર સારવાર નહીં મળતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ છે મુખ્ય માંગણીઓ
- તાત્કાલિક સ્ટાફ ની ભરતી કરવામાં આવે
- નર્સિંગ એલાઉન્સ ચાલુ કરવા માં આવે
- યુનિફોર્મ એલાઉન્સ માં વધારો કરવામાં આવે
- વોશિંગ એલાઉન્સ મા વધારો કરવા માં આવે