મોસ્કોઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ક્રેમલિન અનુસાર પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ પછી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિક્સ સમિટ માટે રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. પુતિને બ્રિક્સ દરમિયાન ભારતીય પીએમ મોદી સાથે અલગ-અલગ દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને આદેશ પણ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે હમણાં જ જુલાઈમાં પીએમ મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી અને તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક વૈશ્વિક, પ્રાદેશિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રશિયન સરકારી એજન્સી તાસના સમાચાર અનુસાર પુતિને બ્રિક્સ સમિટમાં ભારતીય પીએમ સાથે દ્વિપક્ષીય બેઠકની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાષ્ટ્રપતિએ ભારતીય વડા પ્રધાનની મોસ્કોની મુલાકાત દરમિયાન થયેલા કરારોને અમલમાં મૂકવાના સંયુક્ત પ્રયાસોના પરિણામોનો સારાંશ આપવા માટે આ બેઠક બોલાવવાની ઓફર કરી છે.
પુતિને કહ્યું કે અમે પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છીએ
તાસ એજન્સી અનુસાર “અમે કઝાનમાં ભારતીય વડા પ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા છીએ. હું સૂચન કરું છું કે અમે 22 ઓક્ટોબરે દ્વિપક્ષીય બેઠક પણ કરીશું,” પુતિને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત કુમાર ડોભાલ સાથેની બેઠકમાં જણાવ્યું હતું,