Charchapatra

હવે બહુ થયું

પાકિસ્તાન નામનો દેશ 75 વર્ષથી હડકાયેલા કૂતરા જેવો  થયો છે અને તે ખરેખર ડફણાં માંગે છે. વડાપ્રધાન મોદીને હવે એટલી સલાહ આપી શકાય કે નોબેલનું શાંતિ પારિતોષિક જાહેર થઈ ગયું છે, એટલે પાકિસ્તાનના હાડકા ભાંગવા  હોય તોય  વાંધો નહીં. પાકિસ્તાનની જેમ ભારત આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું નથી પણ એનો અર્થ એ નથી કે પાકિસ્તાન સમજે એ ભાષામાં વાત નહીં થાય. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ગણનાપાત્ર પ્રમાણમાં ઘુસ્યા લાગે છે અને તેને ખદેડવા માટે કે ખતમ કરવા માટે મોટી વાઢકાપ અનિવાર્ય છે. માત્ર કાશ્મીર જ નહીં દેશભરમાં ફેલાયેલા ગદ્દારોને પણ પાઠ શીખવવો જરૂરી છે. ઢોંગી બિનસાંપ્રદાયિકો અને માનવ અધિકારના નામે ચરી ખાનારાઓ કાગારોળ કરશે પણ જ્યારે બીમારી મોટી હોય  ત્યારે મોટી સર્જરી અનિવાર્ય બને છે. દેશની અગાઉ કોઈ પણ સરકારને હતો તેનાથી વધુ મોટો લોક ટેકો આ સરકારને હોવાનું જગજાહેર છે ત્યારે આ કામ સરળતાથી થઈ શકે છે.
સુરત-સુનીલ રા.બર્મન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top