Gujarat

હવે રાજ્ય સરકારે પણ એસટીના ભાવોમાં વધારો કર્યો, દિવાળીમાં 25 ટકા લેખે સવા ગણું ભાડુ વસૂલ કરાશે

કોરોના મહામારીમાં પૂરા બે વર્ષ ઘરમાં પૂરાયા બાદ હવે દિવાળીએ બહાર નીકળી રહયા છે ત્યારે પેટ્રોલ અને ડિઝના ભાવ વધારાને પગલે રાજય સરકારે હવે એસટીએ ભાવ વધારો જાહેર કર્યો છે. હવે વધારાની બસ માટે મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે.

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, કોરાનાના કારણે ગત વર્ષે ટિકીટના દર ઉપરાંત 25 ટકા વધારો એટલે કે સવા ગણું ભાડું વસૂલ કરાશે. સમગ્ર ગુજરાતના પ્રવાસીએ માટે અને ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્રના ગામે ગામ જતાં રત્ન કલાકરો માટે અને પંચમહાલ તરફના કામદારો માટે ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે આ નિર્ણય લેવાયો છે. વધુમાં દિવાળીના તહેવાર દરમ્યાન પ્રવાસીઓના ધસારાને પહોચી વળવા માટે 1200 બસોની પણ વ્યવસ્થા કરાઈ છે

Most Popular

To Top