Charchapatra

હવે યાત્રાસ્થાન પણ પર્યટન (પિકનીક)માં ફેરવાઈ રહ્યું છે

પ્રથમ તો રોજીરોટીનો એક વિકલ્પ મળી ગયો. સરકાર હવે મનોરંજનને પ્રાથમિકતા આપી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સ્પીડમાં ડેવલોપ કરી રહી છે. દેશભરના કળાકૌશલ જાણકારી કારીગરોને અહીં પ્રોત્સાહન મળી રહ્યું છે. ભક્તિભાવ ઓછો અને હાથવગા મનોરંજનનો પ્રભાવ વ્યાપક બની રહ્યો છે. પ્રવાસીઓને અનુકૂળ સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. લકઝરી બસ, ટ્રેઇન, પ્લેન, હોલિકોપ્ટર સાથે નવું આકર્ષણનું સાધન શારીરિક શ્રમ ઘટાડનાર રોપ વે પણ હવે ઉપલબ્ધ છે. ગેરકાયદસરના બાંધકામ સાથે દુર્ઘટના પણ વધી રહી છે. અયોધ્યા અને કાશી કોમર્શ્યલ બની રહ્યાં છે.
સુરત     – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

યાદ તાજા કરતી યાદોં કી બારાત
યાદોં કી બારાત, કભી આર કભી પાર શીર્ષક હેઠળ અભિનેત્રી કુમકુમ વિશેનો લેખ ખૂબ જ સુંદર રીતે આલેખવામાં આવ્યો છે. ફિલ્મી દુનિયામાં કોઇ પણ ઉહાપોહ વગર શાંતિથી કામ કરી જાણ્યું અને લગ્ન બાદ સાઉદી અરેબિયા ગયાના હેવાલ જાણવા મળ્યા. બાકી, તો દુબઇ જઇને રહે છે એવા અહેવાલો આવતા રહેતા હતા. પરંતુ ભારત પાછા આવ્યા બાદ મુંબઇમાં જ બાકીનું જીવન પૂરું કર્યું ‘કોહીનૂર’ના નૃત્ય માટે હંમેશના માટે યાદ રહેશે. કુમકુમ (ઝેબુન્નીશાને) સાદર પ્રણામ.
સુરત     – કુમુદચંદ્ર જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top