આપણા દેશમાં ધાર્મિક સ્થાનો દેવળો ખૂબ છે. હમણાં મારા પર એક મેસેજ મોબાઇલમાં આવ્યો. એક છોકરો પરદેશથી ભણીને આવ્યો. તેના પિતાએ કહ્યું, હવે તું શું કરવા માંગે છે? પુત્રે જવાબ આપતા કહ્યું કે પિતાજી તમે મને બે કરોડ રૂપિયા આપો. પિતાએ બે કરોડ રૂપિતા પુત્રને આપ્યા. પુત્રે દોઢ કરોડ રૂપિયાનું મંદિર બનાવ્યું અને બાકીના રૂપિયા વહીવટ માટે રાખ્યા. મંદિર શરૂ સાથે આવક પણ શરૂ. પુત્ર પિતાને યાત્રાએ લઇ ગયો. એક મંદિરે ગયા.પિતાને પુત્રે પૂછયું, મેં તને બે કરોડ રૂપિયા આપેલા તેનું શું કર્યું? પુત્રે કહ્યું, પિતાજી, એ પૈસામાંથી મેં આ મંદિર બનાવ્યું છે. આ આપણું જ મંદિર છે. આ મંદિર પિતાજી તમારી આવક કરતાં પણ વધુ આવક આપે છે. ભારતમાં ભાવિક ભકતો તો વધુ જ છે. એક ગરીબ માણસ પણ બે પાંચ રૂપિયા ભગવાનના ચરણે મૂકે છે. મંદિરો દેવળોમાં ધાર્મિક સ્થળોમાં કરોડો રૂપિયા છે જેનો ઉપયોગ પ્રજા માટે થવો જોઇએ. વાસ્તવમાં હવે મંદિર મસ્જિદ ધાર્મિક સ્થળો બનાવવાને બદલે હોસ્પિટલો, વિદ્યાલયો બનાવવાની જરૂર છે. શાળા કોલેજો ખોલવાની જરૂર છે. મંદિરો વધુ ભિખારીઓ પેદા કરશે અને વિદ્યાલયો વધુ જ્ઞાની સમજદાર નાગરિક અને વૈજ્ઞાનિકો પેદા કરશે. આપણે એક પડેલાને ટેકો આપી બેઠો પગભર કરીશું તો ભગવાન રાજી થશે. મંદિરમાં છપ્પન ભોગ ધરાવાય અને જલસા થાય ને મંદિરની બહાર ભૂખ્યાંજનો ભૂખથી ટળવળતા હોય. એક કવિએ ગાયું છે કે તે દિન આંસુ ભીના રે હરિનાં લોચનિયાં મેં દીઠાં. શું હવે હરિને આનંદ થાય હરિ હરખે એવું કરવાની જરૂર જણાતી નથી?
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હવે મંદિર મસ્જિદ અને અન્ય દેવળો બનાવવાનું બંધ કરો
By
Posted on