જકુમાર રાવે કદી ધાર્યુ ન હશે કે તેણે જે ફિલ્મમાં અભિનય કર્યો હોય તે 800 કરોડનો બિઝનેસ કરે પણ ‘સ્ત્રી-2’પછી તે જરૂર શાનથી કહી શકે કે મારી ફિલ્મ પણ આટલી કમાણી કરી શકે. આ વર્ષે તો તેની ત્રણ ફિલ્મો આવી ચુકી છે ‘શ્રીકાંથ’,‘મિસ્ટર એન્ડ મિસીસ માહી’અને ‘સ્ત્રી-2’. હવે ચોથી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વોહ વાલા વીડિયો’આવી છે. આ વર્ષે જે હીરોની વધારે ફિલ્મ રજૂ થઈ હોય તેમાં રાજકુમાર જ છે. હા, આમ છતાં તેને કોઈ ટોપ સ્ટાર ગણતું નથી. સલમાન કે ઋત્વિક કે રણબીર કપૂર ગણતું નથી. લાગે છે કે તેણે સારું માર્કેટીંગ શીખવું પડશે.
‘વિકી વિદ્યા કા વોહ વાલા વીડિયો’માં તેની સાથે તૃપ્તિ ડિમરી છે જે અત્યારે ખૂબ ડિમાંડમાં છે. આ ફિલ્મના દિગ્દર્શક રાજ શાંડિલ્ય એક જૂદા પ્રકારની કોમેડીથી સફળ થઈ ચુક્યો છે. ‘ડ્રીમગર્લ’શ્રેણીની બે ફિલ્મો. રાજકુમાર-તૃપ્તિ સાથેની ફિલ્મ પણ ફ્રેશ હાસ્ય આપે તેવી ધારણા છે. રાજકુમાર રાવ દરેક ભૂમિકામાં યોગ્ય પૂરવાર થતો આવ્યો છે એટલે આમાં પણ પાછો પડશે નહીં. હવે મોટી ફિલ્મો મોટી પૂરવાર થાય તેવી રાહ જોવાની જરૂર નથી, રજૂઆત પહેલાં નાની ગણાતી ફિલ્મો રજૂઆત પછી મોટી બની જાય છે. આ વખતની ‘મુંજ્યા’તો તેનું ઉદાહરણ છે જ. રાજકુમાર રાવ જાણે સાતમા-આઠમા ક્રમે રમતાં રમતાં મધ્યક્રમે બેટીંગ કરવા માંડ્યો છે.
રજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના કે અત્યારના ઘણા નવા અભિનેતા કે જે હીરો તરીકે આવ્યા તે ‘સ્ટાર લુક’ધરાવતા નથી એ તેની મર્યાદા છે બાકી તેઓ મોટા બેનરની ફિલ્મો માટે દાવો કરી શકે. રાજકુમાર રાવને કરણ જોહર કે આદિત્ય ચોપરા કે રોહીત શેટ્ટી જ નહીં રાજકુમાર હીરાની અને સંજય લીલા ભણશાલી પણ પોતાની ફિલ્મમાં પસંદ ન કરે. અમુક પ્રકારની ફિલ્મો અમુક લુક્સ તો માંગતી જ હોય છે.
રાજકુમાર રાવ આમ આદમી લુક્સ ધરાવે છે એ તેની મર્યાદા છે ને આમ છતાં તેના નામે મોટી સફળતા ચડવા માંડી હોય તો બધાએ વિચારવું પડશે. તે સતત કામમો રહેતો અભિનેતા છે. અત્યારે પણ તેની પાસે મેઘા શંકર સાથેની ‘માલિક’, વાણીકપૂર સાથેની ‘બચપન કા પ્યાર’, વામિકા ગબ્બી સાથેની કરણ શર્માની ફિલ્મ એન બીજી થોડી ફિલ્મો છે. તેની સફળતાને કારણે ઘાણા તેને કેન્દ્રમાં રાખી ફિલ્મો વિચારે છે. રાજકુમાર રાવ તેની કારકીર્દીનાં ઉત્તમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ‘વિકી વિદ્યા કા વોહ વાલા વીડિયો’જો જામી ગઈ તો રાજકુમાર રાવની નવરાત્રી તો જામી ગઈ સમજજો. •
હવે ‘રાજ’ કુમાર તો રાવનું જ
By
Posted on