Charchapatra

હવે સવાલી કાર્યવાહી થવી જોઈએ

પહેલગામમાં થયેલા હુમલાની દુઃખદ ઘટના બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવવાની સાથે સાથે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવે તે ખૂબ જ સ્વાભાવિક છે. ગેરકાયદેસર ઘુસણખોરો સામે કાર્યવાહી કરવી જ જોઈએ.  લગભગ બધા જ લોકો જાણે છે કે ગુજરાતનાં અનેક શહેરોમાં અસંખ્ય બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ઘણા સમયથી રહે જ છે. પ્રશ્ન એ થાય છે કે શા માટે ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યાર પછી જ જવાબી કાર્યવાહી રૂપે બાંગ્લાદેશીઓની ધરપકડ કરીને એમને ડિપોર્ટ કરવામાં આવનાર છે? શું આપણી ગુજરાત સરકારને તેની માહિતી જ નહીં હતી?

પ્રજા તો એવું ઈચ્છે છે કે જવાબદારી કાર્યવાહી કરવાને બદલે સવાલી કાર્યવાહી થવી જોઈએ. ગુંડા કે અસામાજિક તત્વો દ્વારા તોફાન થાય કે કોઈકનું મર્ડર થાય પછી જ એમના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. પ્રજા તો એવું ઈચ્છે છે કે સતત જંગી બહુમતીથી લોકો જે જવાબદારી સોંપે છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર દબાણ થયા હોય તેના પર બુલડોઝર ફેરવવા માટે તેઓ દ્વારા તોફાન કરવામાં આવે કે લોકોનું ખૂન કરવામાં આવે ત્યાં સુધી રાહ જોવાની શું જરૂર છે?
નવસારી           – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top