મલબોર્ન : ઓસ્ટ્રેલિયન ટીમ (TEAM AUSTRALIA)ના કેપ્ટન (CAPTAIN) ટિમ પેને કહ્યું હતું કે ભારતીય ટીમનો કેપ્ટન (INDIAN TEAM CAPTAIN) વિરાટ કોહલી (VIRAT KOHLI) વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન (WORLD BEST BATSMAN) છે અને તે હરીફ ટીમ પર તેમના જ અંદાજમાં પ્રહાર કરે છે. તેણે 2018-19ના ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ (INDIAN TEAM AUSTRALIA VISIT)નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તે ભારતીય કેપ્ટન કોહલીના પ્રતિસ્પર્ધી વલણને હંમેશા યાદ રાખશે.
દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટના પોડકાસ્ટ ગિલી એન્ડ ગોસમાં આ વિકેટકીપર બેટ્સમેને કહ્યું હતું કે વિરાટ કોહલી માટે મેં ઘણીવાર કહ્યું છે કે તે એ પ્રકારનો ખેલાડી છે જેને તમે તમારી ટીમમાં રાખવાનો પસંદ કરશો. તે પ્રતિસ્પર્ધી છે. તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે કહ્યું હતું કે કોહલી સામે રમવું પડકારજનક છે અને તે તમારી ચાલમાં ફસાતો નથી. કારણકે આ રમતમાં તે ઘણો સારો પ્રતિસ્પર્ધી છે. તેણે કહ્યું હતું કે ચાર વર્ષ પહેલા મારે તેની સાથે મતભેદ થયા હતા, પણ તે એવો ખેલાડી છે જેને હું હંમેશા યાદ રાખીશ. આ અગાઉ પેને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમને કોહલીને અણગમતો કરવાનું ગમે છે.
માઇકલ વોનને સલમાન બટનો સવાલ : વિરાટના નામે 70 સદી તારા નામે કેટલી
ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની કરેલી ટીકાના મામલે હવે પાકિસ્તાનના માજી કેપ્ટન સલમાન બટે માઇકલ વોનને સવાલ કર્યો હતો કે વિરાટના નામે તો 70 ઇન્ટરનેશનલ સદી છે, તારા નામે કેટલી છે. બટે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું હતું કે વિરાટ એવા દેશ વતી રમે છે કે જેની પોપ્યુલેશન ઘણી છે અને તેથી તેની ફેન ફોલોઇંગ વધુ જ હોય. તેનું પ્રદર્શન પણ પ્રભાવક છે. તેના નામે ટેસ્ટ અને વન ડે મળીને 70 સદી છે. જે હાલમાં કોઇ ક્રિકેટરના નામે નથી. વિરાટ રેન્કિંગમાં લાંબો સમય સુધી ટોચના સ્થાને રહ્યો છે. ત્યારે મને એ સમજાતું નથી કે તેની અને કેન વિલિયમ્સનની સરખામણી વોન કેવી રીતે કરી શકે.
સલમાન બટની વાતથી ધુંધવાયેલા માઇકલ વોને કહ્યું, હું કદી ફિક્સર નથી રહ્યો
સલમાન બટે કરેલી આ વાતથી ઇંગ્લેન્ડનો માજી કેપ્ટન ધુંધવાયો હતો અને તેણે બટ વિશે અંગત ટીપ્પણી કરી હતી. વોને 2010ના મેચ ફિક્સીંગ કાંડને યાદ કરાવતા ટ્વિટ કર્યું હતું. તેણે એક વેબસાઇટના અહેવાલને રિટ્વિટ કરીને લખ્યું હતું કે ખબર નથી કે હેડલાઇન શું છે, પણ મેં જોયું કે સલમાને મારા માટે શું કહ્યું છે. ઠીક છે તેણે પોતાનો મત જણાવ્યો છે. પણ 2010માં જ્યારે તેણે મેચ ફિક્સીંગ કર્યું ત્યારે તેના મનમાં આ પ્રકારના વિચાર આવ્યા હોત તો તે સારું રહ્યું હોત.