SURAT

સુરતનાં MBBSનાં વિદ્યાર્થીઓને મોટી રાહત, હવે મેડીકલ કોલેજમાં આટલા વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ

સુરત : નેશનલ મેડિકલ કમિશને (National Medical Commission) સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) ની સ્મીમેર મેડિકલ કોલેજ (Smimmer Medical College) ની એમબીબીએસ (MBBS) ની બેઠકમાં વધારો (Increase) કર્યો છે. જેથી સ્મીમેર મેડિકલ કોલેજની એમબીબીએસની બેઠક (Sitting) 200થી વધીને 250 થઈ ગઈ છે અને તે પણ ચાલું શૈક્ષણિક સત્રથી એટલે કે શૈક્ષણિક વર્ષ 2022-23થી વધારી છે.

7 મેડિકલ કોલેજની MBBSની બેઠક 1,150થી વધીને 1,200 થઈ
સુરત મહાનગરપાલિકાની સ્મીમેર મેડિકલ કોલેજ પાસે એમબીબીએસની 150 બેઠક હતી. પરંતુ ત્રણ વર્ષ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ઇડબ્લ્યૂએસ (EWS) એટલે કે ઇકોનોમિકલી વિકર સેક્શન અંતર્ગત 50 બેઠક વધારાઇ હતી. આમ, સ્મીમેર મેડિકલ કોલેજની એમબીબીએસની 200 બેઠક થઈ ગઈ હતી. મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હીતને જોતા જ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર મેડિકલ કોલેજની એમબીબીએસની 50 બેઠક વધારવા માટે નેશનલ મેડિકલ કમિશનને પ્રસ્તાવ મોકલાયો હતો. આ પછી મંગળવારે નેશનલ મેડિકલ કમિશને પ્રસ્તાવને મંજૂર કર્યો છે. આમ, સ્મીમેર મેડિકલ કોલેજની એમબીબીએસની બેઠક 200થી વધીને 250 ગઈ છે. જે પણ શૈક્ષણિક વર્ષ 2022-23થી વધારી આપી છે. અહીં વાત એવી છે કે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 7 મેડિકલ કોલેજની એમબીબીએસની બેઠક 1,150થી વધીને 1,200 થઈ ગઈ છે. સુરત નવી સિવિલ મેડિકલ કોલેજની 250 અને સ્મીમેર મેડિકલ કોલેજની 250 તથા વલસાડ જીએમઆરએસ મેડિકલ કોલેજની 200, સેલવાસ શ્રી વિનોબાભાવે મેડિકલ કોલેજ 150, ભરૂચ (Bharuch) નવી સિવિલ મેડિકલ કોલેજ 150, રાજપીપળા (Rajpipla) મેડિકલ કોલેજની 100 અને નવસારી મેડિકલ કોલેજની 100 બેઠક છે.

અગાઉ કરાયેલી અરજી નામંજૂર કરાઈ હતી
સ્મીમેર મેડીકલ કોલેજમાં અગાઉ પણ બેઠકો વધારવા માટે અરજી કરાઈ હતી. ગત મે-2021માં કોલેજ દ્વારા નેશનલ મેડિકલ કમિશનમાં 50 બેઠકો વધારવા માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ આ અરજી નામંજૂર કરવામાં આવી હતી અને કેટલાક સુધારા કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ તા.31મી ઓક્ટોબરે કોલેજ દ્વારા ફરી બેઠકો વધારવા માટે અરજી કરવામાં આવી હતી. જેના પર નેશનલ મેડિકલ કમિશને મંજૂરીની મહોર મારી હતી અને 50 બેઠકો વધારવા પરવાનગી આપી છે.

Most Popular

To Top