સુરત: સુરતથી (Sura) એર ઓપરેશન સમેટી લેનાર સ્પાઇસ જેટના (SpiceJe) કેટલા સફળ રૂટ પર ઈન્ડિગો એરલાઈન્સે (IndigoAirlines) ફ્લાઈટ (Flight) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ડિગોએ તા.1લી જુલાઈથી સુરતથી ઉદયપુર (Udaipur) અને ઉજ્જૈનની (Ujjain) અને તા. 3 જુલાઈથી સુરત-કોલકાતાની ફ્લાઈટ શરૂ કરશે. કોલકાતાની ફ્લાઈટ માટે ઈન્ડિગો 180 સીટર એરબસ (Airbus) મુકશે. જ્યારે ઉદયપુર, ઉજ્જૈન ફ્લાઈટ માટે અત્યારે 72 સીટર એટીઆર કક્ષાનું એરક્રાફ્ટ મૂકી શકે છે. જો ટિકીટ બુકિંગ માટે સારો પ્રતિસાદ મળ્યો તો મોટું એરક્રાફ્ટ પણ મૂકી શકે છે.
એપ્રિલમાં સુરત એરપોર્ટ પર 1,11,344 પેસેન્જર નોંધાયા
એપ્રિલ માસ દરમિયાન સ્કૂલોમાં પરીક્ષાઓ યોજાઈ હતી, એ ઉપરાંત પવિત્ર રમઝાન માસ પણ હોવાથી માર્ચ 2023ની તુલના એ એપ્રિલ 2023માં પેસેન્જર સંખ્યામાં થોડોક ઘટાડો નોંધાયો છે.માર્ચમાં જ્યાં 1,12,833 પેસેન્જરોની અવર જવર રહી હતી ત્યાં એપ્રિલમાં 1,11,344 પેસેજ નોંધાયા છે. જેમાં શારજાહ – સુરતની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટને 3628 પેસેન્જર મળ્યાં હતાં.
જોકે મેં વેકેશનમાં મોટાભાગની ફ્લાઈટ પેક જઇ રહી છે. જાન્યુઆરી 2023થી પેસેન્જર સંખ્યામાં વધ ઘટ રહી છે. જાન્યુઆરીમાં 99,655, ફેબ્રુઆરીમાં 94,013, માર્ચમાં 1,12, 833 અને એપ્રિલમાં 1,11,344 પેસેન્જરોએ સુરત એરપોર્ટથી અવર જવર કરી હતી. એપ્રિલમાં 1,07,716 ડોમેસ્ટિક અને 3628 ઇન્ટરનેશનલ પેસેન્જર મળ્યાં હતાં. સૌથી વધુ પેસેન્જર દિલ્હી, બેંગલુરુ, કોલકાતા ,હૈદરાબાદ,ગોવા,ચેન્નાઇ,જયપુર રૂટ પર મળ્યા છે.
છેલ્લા 4 મહિનામાં પેસેન્જરની સંખ્યા વધી
સુરત એરપોર્ટ પર છેલ્લાં ચાર મહિનામાં પેસેન્જર્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. જાન્યુઆરીમાં 99,655, ફેબ્રુઆરી 94,013, માર્ચ 1,12,833 હતી જે એપ્રિલમાં વધીને 1,11,344 પર પહોંચી છે.