National

હવે ભારત પણ 100 ફાઇટર જેટ બનાવશે, IAF પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું

નવી દિલ્હી: ‘મેક ઇન ઇન્ડિયા’ને (Make in India) વેગ આપવા માટે ભારતીય વાયુસેના( Indian Air Force) ભારતમાં લગભગ 100 અદ્યતન ફાઇટર જેટ (Fighter Jat) બનાવવાની યોજના બનાવી રહી છે. એરફોર્સે આ પ્લાન માટે વૈશ્વિક એરક્રાફ્ટ ઉત્પાદકો સાથે પણ વાતચીત શરૂ કરી દીધી છે. સેનાના ઉચ્ચ સરકારી સૂત્રોએ માહિતી આપી હતી કે આ પ્રથમ વખત હશે કે લગભગ 70 ટકા પ્રોજેક્ટ માત્ર ભારતીય ચલણમાં ચૂકવવામાં આવશે. મળતી માહિતી મુજબ આ યોજના હેઠળ ભારતમાં 96 વિમાન બનાવવામાં આવશે, જેમાં 36 ભારતીય અને વિદેશી ચલણમાં ચૂકવવામાં આવશે. જ્યારે 60 એરક્રાફ્ટ માટે માત્ર ભારતીય ચલણમાં જ ચૂકવણી કરવામાં આવશે.

માહિતી પ્રમાણે 18 ફાઈટર જેટ આ પ્રોજેકટ માટે પસંદ કરાયેલા વિદેશી વિક્રેતા પાસેથી આયાત કરવામાં આવશે. આ અગાઉ પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત યોજનાને પ્રોત્સાહન આપશે. બાય ગ્લોબલ એન્ડ મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ ભારતીય વાયુસેના 114 મલ્ટીરોલ ફાઈટર એરક્રાફટ ખરીદવાની યોજના ઘડી હતી.

  • મેક ઈન ઈન્ડિયાને વેગ આપવા માટે ભારતીય વાયુસેના પૂર જોશમાં
  • આત્મનિર્ભર ભારતમાં 100 જેટલા એડવાન્સ ફાઈટર એરક્રાફ્ટ બનાવવાની યોજના
  • 70 ટકા પ્રોજેક્ટ માત્ર ભારતીય ચલણમાં ચૂકવવામાં આવશે
  • આ યોજના હેઠળ 96 વિમાન બનાવવામાં આવશે

ભારતીય વાયુસેના 114 એરક્રાફ્ટ ખરીદવાની પણ યોજના બનાવી રહી છે
IAF 114 એરક્રાફ્ટ ખરીદવાની પણ યોજના બનાવી રહ્યું છે, જે સેનાની લડાયક ક્ષમતામાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ મિગ શ્રેણીના એરક્રાફ્ટને પણ રિપ્લેસ કરશે. પ્રોજેક્ટના પ્રારંભિક 18 એરક્રાફ્ટ વિદેશી વિક્રેતાઓ પાસેથી મેળવવામાં આવશે. એક કોમ્પિટિશન હેઠળ આ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ જ તેમની પસંદગી કરવામાં આવશે. બોઈંગ, લોકહીડ માર્ટિન, એમઆઈજી, ડસોલ્ટ અને સાબ જેવી કંપનીઓ આ પ્રોજેક્ટની રેસમાં છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની ધારણા ધરવામાં આવી છે.

આ અગાઉ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો
IAF એ વિદેશી OEMs પાસેથી 126 નવા ફાઇટર જેટ ખરીદવા માટે 2007માં સૌપ્રથમ મીડિયમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) ટેન્ડર બહાર પાડ્યું હતું. ટેન્ડરમાં કેટલીક સમસ્યાઓના કારણે, MMRCA પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. જો કે, સરકારે તેના બદલે 36 રાફેલ જેટ ખરીદવાનો નિર્ણય લીધો હતો.

પોડશી દેશો સાથે ટક્કર લેવામાં મદદ મળશે
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને ચીની સાથે ભારતીય વાયુ સેનાને ટક્કર લેવામાં મદદ મળશે. અવેધરીત ભારતની બોર્ડર પર ઘુસણખોરીથી પમ મદદ મળશે.

Most Popular

To Top