Gujarat

હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ, જુનાગઢના માંગરોળમાં 7 ઈંચ

દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર સોમનાથ અને જુનાગઢમાં આજે ભારે વરસાદ થયો છે. જુનાગઢના માંગરોળમાં 7 ઈંચ અને માળિયામાં સાડા છ ઈંચ ઈંચ જેટલો વરસાદ થયો છે. આગામી 5મી સપ્ટેમ્બર સુધી રાજયભરમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

આજે સાંજ સુધીમાં રાજયમાં 181 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં 44 તાલુકાઓ એવા છે કે જેમાં 1થી 7 ઈંચ જેટલો વરસાદ થયો છે. માંગરોળ અને માળિયા ઉપરાંત તાલાલામાં સાડા પાંચ ઇંચ, ઉનામાં 5 ઇંચ, ખંભાળિયામાં 4 ઇંચ, કલ્યાણ પુરમાં 4 ઇંચ, ગીર ગઢડામાં 4 ઇંચ, વેરાવળમાં 4 ઇંચ, ગોંડલમાં પોણા પાંચ ઇંચ, જામકંડોરણામાં 3 ઇંચ, સુત્રાપાડામાં પોણા ત્રણ ઇંચ, કોડિનારમાં અઢી ઈંચથી વધારે, કેશોદમાં અઢી ઇંચ, ઉમરગામમાં અઢી ઈંચથી વધારે , લોધીકામાં સવા બે ઇંચ, માણાવદરમાં સવા બે ઇંચ, કોટડા સાંગાણીમાં બે ઇંચ, ચોટીલામા પોણા બે ઇંચ, કુતિયાણામા પોણા બે ઇંચ, ભાવનગરના મહુવામાં પોણા બે ઇંચ, ગાંધીનગરના કલોલમાં પોણા બે ઇંચ, વાપીમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે .

માંગરોળ અને માળિયામાં નદીઓમાં પૂરાના પાણી આવ્યા છે. ખાસ કરીને નદીઓમાં નવા નીર આવ્યા છે.
છેલ્લા 48 કલાકમાં આભ ફાટવાના કારણે એકલા ઉમરગામમાં 16 ઈંચ વરસાદ થયો છે. જયારે વાપીમાં 8 ઈંચ અને જુનાગઢના માગરોળમાં 5 ઈંચ વરસાદ થયો છે. કપરાડામાં 3 ઈંચ જેટલો જ વરસાદ થયો હતો. એકંદરે રાજયમાં 228 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં 71 તાલુકાઓમાં 1થી 16 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

Most Popular

To Top