પાદરા: પાદરાના ગવાસદ ગામે આ બાવાવાડી ભાગોળ માં રહેતા ભાઈલાલભાઈ ચીમનભાઈ વાઘરી ની ગામની સીમમાં આવેલ લીલાગરીમાતા ના મંદિર પાછળ ૮૨૪ નંબર બ્લોક વાળી જમીન આવેલી છે ને ખેતી ઘરે છે. ખેતરમાં તુવેર તથા લીંબુ ના છોડ રોપેલ હતા જેમાં લીંબુ ના છોડ ૧૪૮ નંગ છોડ કોઈ અજાણ્યા ઈસમ કાપી નાખેલ હતા જેમાં તુવેરના છોડ કોઈ નુકસાન કરેલ નથી. ખેતરમાં લીંબુ ના છોડ આજથી અઢી વરસ ઉપર રોપેલ હતા જે લીંબુ ના છોડ કોઈ અજાણ્યા ઈસમ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લીંબુ ના છોડ કાપી નાખે રૂપિયા ૭૫૦૦/- નુકસાન કરેલ હોવાની ફરિયાદ પોલીસ મથકે ભઈલાલભાઈવાઘરીએ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લીંબુ કાપી નાખ્યા ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.
ખંડેરાવ માર્કેટમાં લીંબુ ચોરી રોકવા ગાર્ડ તૈનાત
કાળઝાળ ગરમી લીંબુ ની માંગ વધારે રહે છે ત્યારે ખંડેરાવ માર્કેટમાં લીંબુના ભાવ 240 રૂપિયા કિલો હતો. આસમાને પહોંચેલા ભાવને કારણે ક્યાંક લીંબુની ચોરી થઇ રહી છે એટલે માર્કેટમાં વેપારીઓ કોઈ લીંબુ ચોરી ન જાય તે માટે ડંડા સાથે સિક્યોરિટી પણ તૈનાત રાખવાની ફરજ પડી છે. પવિત્ર રમઝાન માસમાં રોજેદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.