દુબઈ: દૂર આકાશમાં ચમકતા ચંદ્રનું (Moon) તેજ જોઈને તમને તેને જોયા કરવાનું મન થતું હશે, ત્યારે હવે આ ચાંદ જમીન પર જ આવી પહોંચી તો? તમને જાણીને નવાઈ લાગશે કે દુંબઈમાં મૂન બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ કામ કરવા માટે કેટલી રકમ ખર્ચવામાં આવશે તે જાણીને તમે ચોંકી જશો. જો કે, તમને આ સાંભળીને આશ્ચર્ય થયું હશે, તો ચાલો તમને જણાવી દઈએ કે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દુબઈમાં (Dubai) ચંદ્ર જેવો રિસોર્ટ (Resort) બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેનું નામ ‘દુબઈ મૂન’ (Dubai Moon) રાખવામાં આવ્યું છે.
$5 બિલિયન ખર્ચવાની તૈયારી
UAE બુર્જ ખલીફા અને અન્ય ગગનચુંબી ઈમારતો માટે જાણીતું છે. દેશની આ સુંદર ઈમારતોમાં હવે બીજું નામ દુબઈ મૂન ઉમેરાવા જઈ રહ્યું છે. તેને આકાશમાં ચમકતા ચંદ્ર જેવો બનાવવામાં આવશે અને તેને એવું લાગશે કે જાણે ચંદ્ર જમીન પર આવી ગયો છે. તેને બનાવવા માટે જંગી બજેટની જોગવાઈ કરવામાં આવી છે. અરેબિયન બિઝનેસ રિપોર્ટ અનુસાર, આ ચંદ્ર જેવો રિસોર્ટ બનાવવા માટે 5 બિલિયન ડોલર (લગભગ 40,000 કરોડ રૂપિયા)થી વધુનો ખર્ચ થશે.
48 મહિનામાં થશે તૈયાર
અહેવાલ મુજબ દુબઈમાં આ ડેસ્ટિનેશન રિસોર્ટ બનાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ મૂન વર્લ્ડ રિસોર્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કંપનીના સહ-સ્થાપક સાન્દ્રા જી મેથ્યુસ અને માઈકલ આર હેન્ડરસન છે. આ સંદર્ભમાં આપેલા પોતાના નિવેદનમાં તેમણે કહ્યું છે કે દુબઈ મૂન પર્યટનને પ્રોત્સાહન આપવાની સાથે યુએઈની અર્થવ્યવસ્થાને અસર કરવા માટે ફાયદાકારક સાબિત થશે. તેમણે તેની તૈયારીની સમયરેખા વિશે કહ્યું કે તેનું નિર્માણ 48 મહિનામાં પૂર્ણ થશે.
રિસોર્ટ આ સુવિધાઓથી સજ્જ હશે
રિપોર્ટ અનુસાર, એવી અપેક્ષા છે કે મૂન રિસોર્ટ દર વર્ષે 2.5 મિલિયન મહેમાનોને આકર્ષશે. આ દુબઈ ચંદ્રની ઊંચાઈ 735 ફૂટ એટલે કે 224 મીટર હશે. આ સિવાય ચંદ્ર જેવા દેખાતા આ રિસોર્ટનો પરિઘ 622 મીટર હશે. તેમાં આધુનિક સુવિધાઓ સાથે નાઇટ ક્લબ અને વેલનેસ સેન્ટર પણ હશે. આ સિવાય અહીં આવનાર મહેમાનોને મૂન શટલ પર ફરવાનો મોકો મળશે. આ રિસોર્ટમાં કેસિનો અને રેસ્ટોરન્ટ પણ હશે.
વાર્ષિક આટલી કમાણી થવાની અપેક્ષા
UAEનો આ દુબઈ મૂન વાર્ષિક હજારો કરોડની કમાણી કરશે. રિપોર્ટ અનુસાર, અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ રિસોર્ટ એક વર્ષમાં 1.5 બિલિયન યુરો (13 હજાર કરોડ રૂપિયા)થી વધુની કમાણી કરશે. UAEના PM અને દુબઈના શાસક શેખ મોહમ્મદના જણાવ્યા અનુસાર, UAE ના પ્રવાસન ક્ષેત્રની આવક 2022 ના પ્રથમ છ મહિનામાં $5 બિલિયનને વટાવી ગઈ છે.