દક્ષિણ આફ્રિકાના તત્કાલીન પ્રમુખ નેલ્સન મંડેલાએ રંગભેદ જેવી અમાનવીય નીતિ વિરુદ્ધ જેહાદ જગાવી વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો હતો. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અસીલનો કેસ લડવા દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં કોર્ટમાં હાજરી આપવા ટ્રેન દ્વારા પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ગોરા લોકોએ ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારી પાડયા ત્યારે ભેદભાવથી કેવી સ્થિતિનું સર્જન થાય છે તે અનુભવ્યું ત્યારે કોઈએ કહ્યું ભારત દેશમાં તો આના કરતાં વધારે ખરાબ સ્થિતિ છે. ગાંધીજી જ્યારે દેશમાં પાછા ફર્યા ત્યારે “untouchability “નો અનુભવ થયો અને અસ્પૃશ્યતા નિવારણના કાર્યમાં તે સમયના નેતાઓ “મીઠુ બેન, પીટીટ અને ઠક્કર બાપા જેવા અનેક સાથે કાર્ય આરંભ્યું અને દિલ્હીમાં હરિજન કોલોનીમા વસવાટ કરતા.
વિદેશમાં તો”કાળા ગોરા”નો ચામડીનો ભેદ જ્યારે ભારતમાં તો અનેક જાતના ભેદ જેવા કે જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય,,પરગણા વગેરે વગેરે અહીં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે એટલે અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થાય કે ફલાણી, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય,પરગણાનું ગૌરવ એમાં તો દેશનું ગૌરવ એમ કહેવું જોઈએ તેના બદલે કોઈ સિદ્ધિ મેળવે અને તેની નામ કે અટક જો અટપટી હોય તો અનેક તર્કવિતર્ક કરવા લાગી જાય. આવા બધા ભેદભાવ ક્યાં સુધી ચલાવીએ રાખીશું. તાજેતરમાં જ રાજકીય નેતાએ એક સમાજ વિશે ટિપ્પણી કરી તો તેની વિરુદ્ધમાં જનઆંદોલન કર્યું.દેશ માટે આ સારી નિશાની નથી ત્યારે અમુક જ્ઞાતિ વિશે તો ચૂંટણી સિવાય પણ બિનબંધારણીય શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આપણે તો “we are proud to be a Indian”એ સૂત્ર અપનાવવાની જરૂર છે.
આઝાદી પછીની શોધખોળો જોઈએ તો ભાખરા નાંગલ બંધ, ઉકાઇ ડેમ, સરદાર સરોવર, વગેરે વગેરે, તો હવે પછી જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, પરગણા ને ઘરમાં રાખી દેશની પ્રગતિ વૈજ્ઞાનિક ઢબે થાય, બધાંને રોજગાર મળી રહે તે દિશામાં વિચારીએ તો કેવું? હવે બધાંને સમજાય તો સારું કે સામાજિક વ્યવસ્થા એ ફકત લગ્ન માટે છે અને જ્ઞાતિમાં પણ પસંદગીનો આધાર છે. એવું નથી કે પસંદ પડે એટલે ઘરમાં લાવી દેવું, domestic violence ના કાયદા અમલમાં છે. પણ એક વાત નકકી કે હવે ભેદભાવરહિત દેશ રચાવો જોઈએ.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.