હમણાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એવું નિવેદન આપ્યું કે જવાહલાલ નહેરું સરકારી ખર્ચે બાબરી મિસ્જદ બનાવાવા માંગતા હતાં પણ સરદાર પટેલે અટકાવ્યા. ભાજપમાં અત્યારે જાણે જુઠું બોલવાની હરિફાઈ જામી હોય એવું પ્રતીત થાય છે. ગોદી મીડિયા આ પ્રકારનું જુઠાણું સોશ્યલ મીડિયામાં વહેતું મૂકે તો એ સમજી શકાય એમ છે. પણ દેશના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મંત્રી આવું હળહળતુ જુઠ્ઠાણું ફંગોળે ત્યારે ભારે નવાઈ લાગે. બાબરી મસ્જિદ તો છેક 1528 માં બની ગઈ હતી તો જવાહરલાલ નહેરુ 20 મી સદીમાં કઈ રીતે બનાવવાના હતાં?
એમને પુછવું ઉલ્ટા સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માંગતા હતા ત્યારે જવાહરલાલ નહેરુએ દેશ ધર્મનિરપેક્ષ હોય રાજનીતિએ ધર્મનીતિમાં પડવું જોઇએ નહીં એવું કારણ આગળ ધરતા મામલો છેવટે ગાંધીજી પાસે પહોંચ્યો હતો. ગાંધીજીએ રસ્તો કાઢતાં કહ્યું હતું કે, ભલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થાય પરંતુ એ સરકારી ખર્ચે ન થવો જોઈએ. આજકાલ નહેરુને નીચા દેખાડવામાં સરદાર વલ્લભભાઈ પટેલને હાથો બનાવવામાં આવી રહ્યાં છે. આખી પાર્ટી અત્યારે નહેરુ અને સરદાર વચ્ચે જે વિવાદ અસ્તિત્ત્વમા નહતાં એવા વિવાદોને વહેતાં કરી રહ્યા છે. સરદાર અને નેહરુ વચ્ચે ચોક્કસ કેટલીક બાબતે મતભેદ હતાં પરંતુ એકમેક પ્રત્યે ભારોભાર આદર સન્માન પણ હતા.
સુરત- પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.