અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar) તાલુકાના સરફુદીન ગામ નજીક નર્મદા(Narmada) નદી(River) ઉપર એક બાદ એક દેશના સૌથી લાંબા બ્રિજો(Brige)નું નિર્માણ સાકાર થઈ રહ્યું છે. અગાઉ કેબલ સ્ટેઇડ બ્રિજ બાદ એક્સપ્રેસ વેનો 8 લેન કેબલ બ્રિજ, હવે 1400 મીટર લાંબો દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનનો બ્રિજ પૂર્ણ થવા જઈ રહ્યો છે.
- નર્મદા નદી ઉપર ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન માટે દેશનો સૌથી લાંબો બ્રિજ તૈયાર
- 1396.35 મીટર લાંબા 29 સ્પાનના બ્રિજ ઉપર છેલ્લું ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરાયું
- મુંબઈ JNPTથી UPના દાદરી સુધી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની 1504 KM લંબાઈ
- અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નજીક ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર માટે
ભરૂચ જિલ્લો અને નર્મદા નદી ભારત માટે પ્રાચીન સમયથી લઈ આજે આધુનિક યુગમાં પણ વેપાર, વાણિજ્ય, ઉધોગ અને વિકાસનું પ્રવશેદ્વાર તેમજ સેતુસમાન જ પૂરવાર થઇ રહ્યું છે. અંગ્રેજોના સમયથી નર્મદા નદી ઉપર પૂર્વ-પશ્ચિમ ભારતને જોડતો 142 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ હોય કે બાદમાં રેલવેનો સિલ્વર બ્રિજ. મુંબઈ-દિલ્હીને જોડતા હાઇવે પરના જૂના અને નવા સરદાર બ્રિજ. કે ફોરલેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ. નર્મદા નદી અને તેના ઉપર બ્રિજ (સેતુઓ)નો આ સિલસિલો આટલેથી નથી અટકતો. જે બાદ એક્સપ્રેસ વે માટે નર્મદા નદી ઉપર તાજેતરમાં જ દેશનો પ્રથમ 8 લેન કેબલ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.
નર્મદા નદી ઉપર 100થી 250 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન દોડશે
હજી બુલેટ ટ્રેનના દેશના સૌથી મોટા બ્રિજનું કાર્ય પ્રગતિમાં છે. ત્યારે 1505 કિલોમીટર યુ.પી.ના દાદરીથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટને જોડતો વેસ્ટર્ન ફ્રેઈટ ડેડિકેટેડ કોરિડોર હેઠળ નર્મદા નદી ઉપર દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનના બ્રિજનો 29મો ગડર સફળતાપૂર્વક ગોઠવી દેવાયો છે. કુલ 1396.35 મીટર લાંબા આ સ્ટીલ બ્રિજની એક લાઈનની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત રેલ મંત્રાલયે ખુદ આપી છે. ગુડ્ઝ ટ્રેન માટે અલાયદો ત્રીજો ટ્રેક કાર્યરત થઈ જતાં ભરૂચની નર્મદા નદી ઉપર 100થી 250 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન, વાહનો અને ગુડ્ઝ ટ્રેન સમાંતર દોડશે અને દેશની પ્રગતિમાં ગતિ પ્રદાન કરશે.