ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો ધારણ કર્યાં ત્યારથી જાણે કે ભારત અને અમેરિકાના સંબંધો ઉપર ગ્રહણ લાગ્યું છે. પહેલાં તો ભારતમાંથી અમેરિકામાં થતી નિર્યાત ઉપર ૨૫ ટકા ટેરિફ અને ત્યાર બાદ રશિયામાંથી ક્રુડ ઑઇલની આયાત કરવા માટે ૨૫ ટકાની સેકન્ડરી ટેરિફ એમ કુલ પ૦ ટકા ટેરિફ લગાવીને અમેરિકામાં ભારતીય ઉત્પાદનોની નિકાસને મોટો આંચકો આપવાનું કામ ટ્રમ્પે કર્યું છે. વળી પાછું અમેરિકન કંપનીઓ પોતાનું આઉટ સોર્સિંગ કરીને જોબવર્ક અમેરિકા બહાર કરાવે તો અમેરિકામાંથી તેટલી રોજગારી સ્થળાંતરિત થાય છે એ બહાના હેઠળ આ પ્રકારના કરજ ઉ૫૨ ૨૫ ટકા ટેક્ષ નાખતો હુકમ ડોનાલ્ડ ટ્રમ્પે બહાર પાડ્યો છે.
આની સીધી અસર ભારતમાં બેંગલુરુ, પૂના, હૈદરાબાદ તેમજ અન્ય કેન્દ્રો જેઓ અમેરિકન કંપનીઓ માટે સૉફ્ટવેર ડેવલોપમેન્ટથી માંડીને એકાઉન્ટિંગ સુધીના જૉબવર્ક કરે છે તેના પર થાય, તેવી પૂરી શક્યતાઓ છે. તેમણે જો અમેરિકન કંપનીઓ પાસેથી મળતું જોબવર્ક ટકાવી રાખવું હોય તો મોટા પાયે જૉબવર્ક ચાર્જીસમાં ઘટાડો કરવો પડે, જેને કારણે અમેરિકન કંપનીઓને પેલો ૨૫ ટકા ટેક્સ ભરવા છતાં પણ લગભગ એ જ ભાવે આઉટ સોર્સિંગનું કામ પડી શકે અને એટલે એમના પ્રોફિટ માર્જીન ઘસાય નહીં. સામે પ્રશ્ન એ છે કે, ભારતમાં જે કંપનીઓ આવું જોબવર્ક કરે છે, તેમને ભાવકાપ આપવા છતાં પણ બે પૈસા મળશે કે કેમ? હવે ટ્રમ્પે નવું ગતકડું કાઢ્યું, જે મુજબ એચ-૧-બી વિઝાધારકો ઉપર દર વર્ષે એક લાખ ડૉલર (ભારતીય ચલણમાં ૮૮ લાખ કરતાં વધારે) રકમ ફી પેટે ભરવાની રહેશે. ભારતમાંથી અમેરિકામાં ગયેલ ઉચ્ચ શિક્ષણ તેમજ કૌશલ ધરાવતા આ વર્ગનું અમેરિકન અર્થવ્યવસ્થામાં મોટું પ્રદાન છે.
કોઈ પણ વિશિષ્ટ કૌશલ માંગી લેતા કામ માટે અમેરિકા આવતાં લોકો ઉપર ખાસ નિયંત્રણ લાદવામાં આવી રહ્યું છે. એમાંનું એક મહત્ત્વનું નિયંત્રણ એ છે કે, એમના દ્વારા એચ-૧-બી વિઝા માટે જે પીટીશન (અરજી) દાખલ કરવામાં આવે તેની સાથે ૨૧ સપ્ટેંબર, ૨૦૨૫ પછી એક લાખ અમેરિકન ડૉલર ભરવાના રહે. આ નિયંત્રણોની અસર મોટા પાયે અમેરિકાની નોકરીઓ માટે તકો શોધનાર ભારતીય મૂળનાં વ્યક્તિઓને થશે.
અમેરિકન સીટીઝનશીપ અને ઇમીગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર જૂન, ૨૦૨૫ની સ્થિતિએ અમેરિકાની એમેઝોન કંપનીમાં ૧૦,૦૪૪ જેટલાં એચ-૧-બી વિઝાધારકો નોકરી પર હતાં. ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ ચાલુ વર્ષના અત્યાર સુધીના સમયગાળા દરમિયાન ૫,૫૦૫ એચ-૧-બી વિઝાધારકો સાથે બીજા નંબરે આવે છે. આ સિવાયની બીજી કંપનીઓમાં માઇક્રોસોફ્ટ (૫,૧૮૯), મકોસ (૫,૨૧૩), એપલ (૪,૨૦૨) ગૂગલ (૪,૧૮૧), ડીલોઈટે (૨,૩૫૩), ઇન્ફોસીસ (૨,૦૦૪), વિપ્રો (૧,૫૨૩) અને ટેક્. મહિન્દ્રા, અમેરિકાઝ (૯૫૧) જેવી કંપનીઓ એચ-૧-બી વિઝાધારકોની મોટી સંખ્યા ધરાવે છે. અમેરિકામાં કામ કરતા આઈ.ટી. ક્ષેત્રનાં ભારતીય વ્યાવસાયિકોને તેમજ કૌશલવાન કામદારોને એચ-૧-બી વિઝા માટે લાગુ કરવામાં આવેલ ૧ લાખ ડૉલરની ફી અવળી અસર કરશે.
આમ, પહેલાં ટેરિફ અને સેકન્ડરી ટેરિફ એમ કુલ મળી ભારતીય માલસામાન ઉપર અમેરિકામાં ૫૦ ટકા આયાત ડ્યૂટી ત્યાર બાદ ઑફશ્યોરિંગ ઑફ સર્વિસીસ ઉપર અમેરિકન કંપનીઓને ૨૫ ટકા ટેક્ષ અને હવે એચ-૧-બી વિઝાધારકો માટે ૧ લાખ ડૉલરની ફી એક પછી એક વગર રોકાયે અમેરિકા ધોકાવાળી કરતું જાય છે. સામે આપણે સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતમાં શરૂ કરી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી આપણા દેશમાં રૂની આયાતને જકાતમુક્ત બનાવી.
સરળ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે, ભારતની વિદેશનીતિ ‘તું કર મારી આંખમાં આંગળી અને હું કરું તારા મોંમાં આંગળી!’ એટલે કે ‘આંખ પણ જાય અને આંગળી પણ જાય’ ની નીતિને અનુસરે છે. બીજી બાજુ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે અરસપરસ સંરક્ષણ માટેના કરારો કર્યા છે. શું થવા બેઠું છે, આપણી વિદેશનીતિનું? જવાબ તમારી પર જ છોડું છું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.