Sports

ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ નોવાક જોકોવિચે જીત્યો: નડાલની 22મી ગ્રાન્ડ સ્લેમ જીતની બરાબરી કરી

નવી દિલ્હી : ટેનીસના લેજન્ડરી ખેલાડી નોવાક જોકોવિચે (Novak Jokovic) રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનનો (Australian Open) ખિતાબ જીતી લીધો છે. જોકોવિચે ફાઈનલ મેચમાં ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસને હરાવીને તેઓએ આ ખિતાબ તેંમના નામે કારી લીધો છે. અને આ સાથે જ નોવાક જોકોવિચે પોતાનું 10મું ટાઈટલ જીત્યું હતું. જોકોવિચે આ મેચમાં સિત્સિપાસને 6-3, 7-6, 7-6થી હરાવ્યો હતો. જોકોવિચની કારકિર્દીનો આ કુલ 22મો ગ્રાન્ડસ્લેમ છે. આ જીત સાતે તેમણે નડાલની (Nadal) 22મી ગ્રાન્ડ સ્લેમ જીતની બરાબરી કરી છે.

  • જોકોવિચે ફાઈનલ મેચમાં ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસને હરાવ્યો
  • જોકોવિચની કારકિર્દીનો આ કુલ 22મો ગ્રાન્ડસ્લેમ છે
  • આ જીત સાતે તેમણે નડાલની 22મી ગ્રાન્ડ સ્લેમ જીતની બરાબરી કરી

જોકોવિચે નડાલની બરાબરી કરી
આ ટાઈટલ જીત સાથે જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના ઇતિહાસમાં સ્પેનના મહાન ટેનિસ ખેલાડી રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. નડાલ આ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો. જોકોવિચે 2019, 2020 અને 2021 માં સતત ત્રણ વર્ષ માટે ખિતાબ જીત્યો હતો. પરંતુ 2022 ની આવૃત્તિમાં ભાગ લઈ શક્યો ન હતો. જેનું કારણ તેને COVID-19 સામે રસી ન લેવાનો વિરોધ કર્યો હતો જેને કારણે તેને વિઝા આપવામાં આવ્યા ન હતા.ભૂતકાળમાં આ વિવાદ ખુબ જ ગાજ્યો હતો.

આ સાથે જ રેન્કિંગમાં જોકોવિચે નંબર 1 બન્યો
સર્બિયન ખેલાડીએ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. અને આ સાત્થે તે રેન્કિંગમાં નંબર-1 બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જોકોવિચે 15 વર્ષ પહેલા 2008માં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું ત્યાર બાદ તેની જીતની કુચ ચાલુ જ રહી હતી,અને આ સાથે જ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યા બાદ જોકોવિચ ભાવુક થઈ ગયો હતો અને પોતાના આંસુ પર કાબુ રાખી શક્યો નહોતો.

2022માં ચારેય ગ્રાન્ડ સ્લેમમાં જોકોવિચનું પ્રદર્શન
ઓસ્ટ્રેલિયન ઓપન: રમ્યો ન હતો

ફ્રેન્ચ ઓપન: ક્વાર્ટર ફાઇનલ્સ
વિમ્બલ્ડન: વિજેતા
યુએસ ઓપન: રમ્યો ન હતો

બીજી તરફ એરિના સેબ્લાંકાએ શનિવારે એલેના રાયબકીનાને હરાવીને મહિલા ફાઇનલમાં જીત મેળવી હતી. બેલારુસની 24 વર્ષીય યુવતીએ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું. સાબાલેન્કાએ પ્રથમ સેટ ગુમાવ્યો હતો પરંતુ તેણે અદભૂત પુનરાગમન કરીને રાયબકીનાને 4-6, 6-3, 6-4થી હરાવી જીત મેળવી હતી.

Most Popular

To Top