Vadodara

જમીન કૌભાંડમાં 20 લોકોને નોટિસ ફટકારાઇ

વડોદરા : વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી સરકારી 100 કરોડની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી વ્હાઇટ હાઉસના નામનો આલિશાન બંગલો અને અન્ય બે ત્રણ સાઇટો બનાવી તેના પ્લોટો પાડી દસ્તાવેજ કરી નાખ્યા હતા. સંજયના પ્રથમ દિવસના રિમાન્ડ હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે દસ્તાવેજ કર્યા હોય તેવા અને સરકારી અધિકારીઓ મળી 20 જેટલા લોકોને બોલાવીને નોટિસ ફટકારાઇ હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પરના ડી માર્ટ પાછળ આવેલી દોઢ લાખ ફૂટ જેટલી 100 કરોડની કિંમતી જમીન પર માસ્ટર માઇન્ડ સંજય પરમાર ખોટા ગણોતિયા તેમજ વારસદાર ઉભા કરીને બોગસ રજા ચિઠ્ઠી, દસ્તાવેજો ઉભા કરીને પચાવી પાડી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકારી દફતરે નોંધાયેલા જમીનના રેકર્ડમાં કોઇ પણ એન્ટ્રી પડી ન હતી. પરંતુ ભેબાજોએ બોગસ હુકમ બનાવડાવીને એ્ન્ટ્રી પડાવી લીધી હતી.ખોટી એ્ન્ટ્રી્ઓ્ના આધારે જમીનના દસ્તાવેજ કરો પણ કરી દેવાયા હતા. ત્યારબા સિટી સર્વેમાં નોંધ પડાવી લીધી હતી.

ઠગ ટોળકીને કોર્પોરેશનમાંથી બાંધકામ પરવાનગી માટેની રજા ચિઠ્ઠી પણ મેળવ્યા બાદ કામગીરી શરૂ પણ કરી દીધો હોવા છથાં કોણ પણ અધિકારીઓને બોગસ રજા ચિઠ્ઠી, એન્ટ્રી દસ્તાવેજ કરાયા હોય તેવી જાણ ના થાય તે વાત ગળે ઉતરતી નથી. ભેજાબાજે એકલા હાથે કોઇ આટલી મોટી જમીનમાં બાંધકામ સહિત ગજાનંદ, કાનન-1 કાનન-2 માની સ્કિમો ઉભી કરી 57 જેટલા સબ પ્લોટો પણ પાડી દેવામાં આવ્યા હતા. જેમાં એક પ્લોટમાં વ્હાઇટ હાઉસ નામનો આલિશાન બંગલો અને બીજામાં 27 પ્લોટોના દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.

જેમાં કલેક્ટરે તપાસના આદેશ આપતા પ્રાથમિક બાદ લેન્ડ ગ્રેબિગ કમિટીએ દસ્વાવેજોની ચકાસણી કરતા બોગસ હોવાનું જણાતા ભુમાફિયાઓએ ખોટા દસ્તાવેજોના આધારે ખેલ પાડ્યો હોવાનું ખુલ્યું હતું. જેની અઁતે તપાસ ક્રાઇમ બ્રાન્ચે સોંપાતા ટીમને બોગસ દસ્તાવેજ, એ્ન્ટ્રી પાડનાર માસ્ટર માઇન્ડ સંજય પરમાર તેની પત્ની લક્ષ્મી પરમારની ધરપકડ કરી હતી. જેમાં સંજયના 4 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જેમાં પ્રથમ દિવસે દસ્તાવેજ કરી આપ્યા હોય તેવા લોકો,કોર્પોરેશન સહિતા સરકારી અધિકારીઓ 20 જેટલા લોકોને બોલાવીને તેમને નોટિસ પાઠવવામાં આવી હતી.

Most Popular

To Top