National

સંભલની શાહી જામા મસ્જિદ વિવાદ પર SCની યુપી સરકારને નોટિસ, કૂવાની પૂજા પર પ્રતિબંધ

સંભલની શાહી જામા મસ્જિદના વિવાદમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ નોટિસ સંભલ શાહી જામા મસ્જિદ મેનેજિંગ કમિટીની અરજી પર જારી કરવામાં આવી છે. અરજીમાં મસ્જિદ સમિતિ મેનેજમેન્ટે માંગ કરી હતી કે જિલ્લા મેજિસ્ટ્રેટને યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવે. જે ખાનગી કૂવો ખોદવામાં આવી રહ્યો છે તે મસ્જિદની સીડીઓ પાસે આવેલો છે.

કૂવાની પૂજા પર પ્રતિબંધ
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે વહીવટીતંત્રને નગરપાલિકાની નોટિસ પર કાર્યવાહી ન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, જેમાં જાહેર કુવાને હરિ મંદિર ગણાવીને તેમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં પૂજા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે કૂવાનો જાહેર ઉપયોગ કરવાની છૂટ છે.

સંભલ શાહી જામા મસ્જિદ મેનેજમેન્ટ કમિટીએ ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે ૧૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મસ્જિદના સર્વેનો નિર્દેશ આપ્યો હતો. મસ્જિદ સમિતિ વતી વરિષ્ઠ વકીલ હુફૈઝા અહમદી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. વાદી વતી વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈન હાજર રહ્યા. જૈને કોર્ટને જણાવ્યું કે કૂવો મસ્જિદની બહાર આવેલો હતો. જ્યારે અહમદીએ કહ્યું કે કૂવો અડધો અંદર અને અડધો મસ્જિદની બહાર છે. અહમદીએ એવો પણ દાવો કર્યો હતો કે કૂવો ફક્ત મસ્જિદના ઉપયોગ માટે હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કુવાનો ઉપયોગ મસ્જિદની બહારથી થઈ રહ્યો હોય તો તેમાં કોઈ વાંધો નથી.

ડીએમ-એસપી સંભલમાં બાકી રહેલા 33 તીર્થસ્થળો શોધી રહ્યા છે. સંભલના ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ કહ્યું કે તેમણે પુરાણો વાંચ્યા પછી કુવાઓ વિશે ખબર પડી. એક યાત્રાધામ માટે સરકાર તરફથી સવા કરોડ રૂપિયા મળ્યા છે. બાકીના માટે માંગ સરકારને મોકલવામાં આવી રહી છે. ડીએમ રાજેન્દ્ર પેંસિયા કહે છે કે સંભલ માહાત્મ્યમાં ઉલ્લેખિત તમામ 19 પ્રાચીન કુવાઓ મળી આવ્યા છે. આ ઉપરાંત, 68 તીર્થસ્થળોમાંથી 34 શોધાયા છે. ૩૫મા તીર્થસ્થળ વિશે પણ માહિતી પ્રાપ્ત થઈ છે. યુપી સરકારની ‘વંદન’ યોજના હેઠળ યમઘાટ તીર્થ અને ચતુર્મુખ કૂવાના નવીનીકરણનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top