National

હવે આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને ઈડીએ નોટિસ ફટકારી

નવી દિલ્હી: બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં (National Hearld Case) EDએ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધીને (Rahul Gandhi) નોટિસ (Notice) મોકલી છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સરકાર બદલાની ભાવનામાં આંધળી બની ગઈ છે. આ અમને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમે ડરીશું નહીં કે ઝૂકીશું નહીં. હિંમતભેર સામનો કરશું. કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે EDએ 8 જૂને સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે.

સિંઘવીએ કહ્યું, ‘ઇડીએ 8 જૂને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ગાંધી ચોક્કસપણે આ તપાસમાં સામેલ થશે. રાહુલ હાલ વિદેશ ગયા છે. જો તેઓ ત્યાં સુધીમાં પાછો આવશે, તો રાહુલ ગાંધી પણ જશે. અન્યથા ED પાસેથી વધુ સમય માંગવામાં આવશે.

સુરજેવાલાએ કહ્યું કે બ્રિટિશ શાસનને જડમૂળથી ઉખેડવા માટે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વર્ષ 1937માં નેશનલ હેરાલ્ડ અખબાર બહાર પાડ્યું, જેના નેતાઓ મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરકાર પટેલ, પુરુષોત્તમ દાસ ટંડન, આચાર્ય નરેન્દ્ર દેવ, રફી અહેમદ કિડવાઈ અને અન્ય હતા. અંગ્રેજોને આ અખબારથી એટલો ખતરો લાગ્યો કે તેઓએ 1942માં ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ મૂક્યો, જે 1945 સુધી ચાલ્યો. “સ્વતંત્રતા ચળવળનો અવાજ” બનેલા આ અખબારનો મૂળ મંત્ર હતો – “સ્વતંત્રતા ખતરામાં છે, પૂરેપૂરી શક્તિથી તેનું રક્ષણ કરો.” આંદોલનનો અવાજ દબાવવાનું કાવતરું કરી થઈ રહ્યું છે. આ ષડયંત્રના વડા પીએમ નરેન્દ્ર મોદી છે અને તેને અમલમાં મૂકવા માટે તેમનું ‘મનપસંદ અને પાલતુ હથિયાર’ ED છે.

કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, “ન તો તેઓ આઝાદીની ચળવળ માટે નેશનલ હેરાલ્ડના અવાજને રોકી હતી, ન તો તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ડરાવી શકશે છે. કોંગ્રેસનું નેતૃત્વ નિર્ભય અને અડગ છે. અમે આઝાદીની લડાઈમાં ડરતા નથી. અમે ઝૂકનારાઓ નથી, પરંતુ છાતી ઠોકીને લડીશું. નેશનલ હેરાલ્ડ અખબારનો મૂળ મંત્ર આજે પણ તેટલો જ સુસંગત છે.”

Most Popular

To Top