Charchapatra

દેશના નોંધપાત્ર કાર્યો

દેશને આઝાદી બાદના નુકશાનકારક મતોના તુષ્ટિકરણોમાંથી બહાર કાઢીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદના ઉપકારક રસ્તે દોરનાર દેશના કર્મક, નિર્ણાયક અને વિશ્વના સૌથી વધુ જાહેર થયેલા પ્રભાવી નેતા એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો દેશ હમેશા ઋણી રહેશે. જે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અભિનંદનને પાત્ર છે. વર્ષ 2014 પછી દેશમાં આજે વિકાસની અનેક ઘટનાઓ બની રહેલ છે જેના પરિણામે દેશમાં વાહનવ્યવહાર ઝડપી અને સરળ બનેલ છે. નવા રોજગારો ઉભા થયેલ છે અને દેશ આજ જેટગતિએ આગળ વધી રહેલ છે.

દેશમાં જી/20 સંગઠનની 200 બેઠકો, ગ્રીન એનર્જી, 5જી, વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ, ધર્મ શક્તિની વધતી ઘટનાઓ, હાઈવેનો ઝડપી વિકાસ, નવી વંદે ભારત ટ્રેનો, વર્ષ 2023ની નવ રાજ્યોની ચૂંટણીઓ, વર્ષ 2023નું વિક્રમ બજેટ, ની ઘટનાઓ આપણા જીવનને અસર કરી રહેલ છે અને દેશ વધુ વિકાસશીલ બની રહેલ છે. દેશના તાજેતરના વિકાસોની નોંધ સર્વેએ ખાસ લેવાની જરૂર છે (1) ઈસરોએ એકી સાથે 36 સેટેલાઈટ સફળતાથી છોડીને વિશ્વમાં ઈતિહાસ બનાવ્યો. (2) આપણા ગુજરાતના ધોલેરામાં દેશનો પ્રથમ સેમી કન્ડકય પ્લાન્ટ ઉભો થનાર છે.

(3) 1 અબજ ડોલરથી વધુની સ્ટાર્ટઅપ યુનીકોર્નમાં આપણો દેશ સતત બીજા વર્ષે ચીનથી આગળ રહેલ છે. ચીનના 11 સ્ટાર્ટઅપ યુનીકોર્નની સામે આપણા દેશે વર્ષ 2022માં 23 સ્ટાર્ટઅપ યુનીકોર્ન બનાવેલ છે. દેશમાં આજે વિક્રમ સંખ્યાના 96 સ્ટાર્ટઅપ યુનીકોર્ન કાર્યરત છે. (4) દેશના જળ માર્ગેને ધમધમતા કરવા દેશની 23 નદીઓમાં કાર્ગો અને પ્રવાસી જહાજોની અવરજવર થવાની છે. તાજેતરમાં કોયી વોટર મેટ્રો કેરાલામાં ચાલુ થયેલ છે. જેમાં 78 ઈલેક્ટ્રીક હાઈબ્રેડ બોટનો કાફલો દોડતો થયેલ છે. (5) દેશમાં ચિપવાળા ઈ-પાસપોર્ટ શરૂ થયેલ છે.

જેનાથી 70 દેશોમાં ઈમીગ્રેશન સરળ બનશે. (6) વૈશ્વિક અર્થતંત્રની તુલનાએ આપણા દેશની આર્થિક સ્થિતિ એકંદરે ઘણી સારી છે. (7) 5જી શરૂ થયાના માત્ર 6 મહિનામાં 6જીનું મોટા પાયે ડીજીટલ ટ્રાન્સફોર્મેશન શરૂ થયેલ છે. (8) દેશના 12 રાજ્યોમાં 5500 કિ.મી.નો લાંબો ઈલેક્ટ્રીક હાઈવે બનનાર છે. (9) દેશમાં છ મહિનામાં જી.પી.એલ. આધારિત ટોલ ટેક્સ વાહનો માટે લાગુ કરી શકાશે. (10) વિશ્વ વિખ્યાત કંપની એપલના એરપોડ જે ચીનમાં બને છે તેવા એરપોડ હવે આપણાં દેશમાં બનનાર છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top