Sports

સારા તેંડુલકર નહીં પણ આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે શુભમન ગિલ, ટ્રોર્લ્સે કહ્યું…

નવી દિલ્હી: બોલિવૂડમાં (Bollywood) બ્રેકઅપ, પેચઅપ અને અફેરની હંમેશા ચર્ચા થતી હોય છે. હાલમાં સારા તેંડુલકર (SaraTendulkar) અને શુભમન ગિલ (SubhmanGill) સાથે પણ એવું જ થયું છે. તેમના અફેરના સમાચાર સોશિયલ મીડિયા (SocialMedia) પર છવાયેલા છે. વર્લ્ડ કપની મેચોમાં પણ સારા તેંડુલકર ઘણીવાર શુભમન ગિલને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવતી હતી. મેચ પૂરી થતાની સાથે જ બીજી ઘણી અફવાઓ પણ બહાર આવી હતી અને હવે શુભમન ગિલની તાજેતરની તસવીરો સામે આવી છે.

આ તસવીરો જોયા બાદ ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ તસવીરોમાં શુભમન સારા તેંડુલકર સાથે નહીં પરંતુ એક અભિનેત્રી સાથે લંડનમાં ફરતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો બહાર આવ્યા બાદ ચાહકો ચોંકી ગયા છે અને તેઓ જાણવા માંગે છે કે શુભમન ગિલ આ અભિનેત્રી સાથે લંડનમાં શું કરી રહ્યો છે?

તાજેતરમાં જ તસવીરો સામે આવી છે તેમાં શુભમન ગિલ અભિનેત્રી અવનીત કૌર (Actress Avneet Kaur) સાથે લંડનના (London) રસ્તાઓ પર ફરતા જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અવનીત અને શુભમન એકલા નથી. તે બંને સાથે બીજા ઘણા મિત્રો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતાં લોકોનું ધ્યાન આ બંને તરફ જઈ રહ્યું છે. જે તસવીરો સામે આવી છે તે ગ્રુપ ફોટો છે. જેમાં શુભમન ગિલ બ્રાઉન લોંગ બ્લેઝર પહેરેલો જોવા મળે છે. આ સિવાય અવનીત બ્લેક લુકમાં છે. તેણે ઊંચા બૂટ સાથે લાંબો કોટ પહેર્યો છે. આ તસવીરોમાં અંશુલ અને રાઘવ પણ જોવા મળે છે. 

આ તસવીરો જોયા પછી ચાહકો વિચારી રહ્યા છે કે શું સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચે શું ચાલી રહ્યું છે તેના પર બંનેએ આજ સુધી કંઈ કહ્યું નથી. અવનીત સાથે શુભમન ગિલ જોવા પાછળ એક અલગ જ કારણ છે. બંને એક મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળી શકે છે. આ અંગે ભારે ચકચાર મચી છે. આવી સ્થિતિમાં આ ક્રિકેટર હવે એક્ટિંગની સાથે એક્ટિંગની દુનિયામાં પણ પ્રવેશવા જઈ રહ્યો છે. એટલે કે તેનું ડેબ્યુ મ્યુઝિક વીડિયોથી થવા જઈ રહ્યું છે.

લોકોએ શુભમનને ટ્રોલ કર્યો
આ તસવીરો બહાર આવતા સોશિયલ મીડિયામાં અનેક કોમેન્ટ્સ આવવા લાગી છે. ટોલર્સે શુભમન ગિલને સલાહ આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક ટ્રોલર્સ કહે છે કે શુભમન ગિલ ટિકટોકર્સ સાથે સમય બરબાદ કરી રહ્યો છે. ગિલે ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ.

Most Popular

To Top