Comments

ઈરાન મુદ્દે માત્ર પશ્ચિમી દેશો જ નહીં, બ્રિક્સ, જી ૭ અને નાટો જેવાં ગઠબંધનો પણ દ્વિધામાં

૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા કરવામાં આવ્યા, ત્યારે અનેક વિશ્લેષકોએ એવું જાહેર કરી દીધું કે ‘બ્રિક્સ’ (BRICS) માત્ર એક ભ્રમ છે. ઈરાન ૨૦૨૪માં જ આ જૂથમાં જોડાયું હતું, છતાં બ્રિક્સ આ હુમલા પર કોઈ એક જૂથ પ્રતિસાદ આપવામાં નિષ્ફળ રહ્યું છે. ચીન અને બ્રાઝિલ જેવાં સભ્યોએ અમેરિકી હુમલાની ટીકા કરી, ત્યારે ભારત મૌન રહ્યું અને દક્ષિણ આફ્રિકાએ પણ કોઈ સ્પષ્ટ પક્ષ લીધો નથી. ટીકાકારોનું કહેવું છે કે આ જૂથ અસંગત અને બિનઅસરકારક છે. પરંતુ, આ દલીલ પાછળની માન્યતા જ ભૂલભરેલી છે કારણ કે બ્રિક્સ એ એક સૈન્ય ગઠબંધન (Military Alliance) નથી. વાસ્તવમાં, બ્રિક્સ ક્યારેય ભૂરાજકીય બ્લોક રહ્યો જ નથી.

૨૦૦૯માં તેની સ્થાપના થઈ ત્યારથી જ તેના સભ્યોની પ્રાથમિકતાઓ અલગ રહી છે. રશિયા અને ચીન આ જૂથને પશ્ચિમી દેશો (G-7) સામેના એક હથિયાર તરીકે વાપરવા માંગે છે, જ્યારે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ‘મલ્ટી-એલાઈનમેન્ટ’ (બધા પક્ષો સાથે સમાન સંબંધ)ની નીતિમાં માને છે. ૨૦૨૪માં ઈજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને યુએઈ (UAE)ના પ્રવેશ બાદ આ જૂથ વધુ વિખરાયેલું બન્યું છે. ઈરાન યુએઈ પર ડ્રોન દ્વારા હુમલો કરે છે, ત્યારે એક રીતે તો બ્રિક્સે પોતે જ પોતાના સભ્ય દેશ પર હુમલો કર્યો કહેવાય અને BRICS દેશો વચ્ચે દુશ્મની થઈ કહેવાય.

ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સુધારા મુદ્દે પણ સભ્યોમાં કોઈ સર્વસંમતિ નથી. ગયા વર્ષે તો ઇતિહાસમાં પહેલી વાર BRICS વિદેશ મંત્રીઓની બેઠક બાદ કોઈ સંયુક્ત નિવેદન પણ જાહેર થઈ શક્યું નહોતું. જો કે માત્ર બ્રિક્સ જ નહીં, નાટો (NATO) અને G-7 પણ વિભાજિત છે. જો સૈન્ય કટોકટી વખતે મતભેદ હોવા એ સંગઠનની નિષ્ફળતા હોય, તો પશ્ચિમી દેશોનાં આ ગઠબંધનો પણ નિષ્ફળ ગણાય. ઈરાન યુદ્ધ મામલે નાટો અને G-7માં પણ તિરાડો પડી છે. સ્પેન દ્વારા અમેરિકી હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને પોતાનાં સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. જર્મનીના રક્ષામંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ‘આ અમારું યુદ્ધ નથી.’ભૂતકાળમાં ૨૦૦૩ના ઈરાક યુદ્ધ વખતે પણ ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકાનો વિરોધ કર્યો જ હતો.

બ્રિક્સનો ખરો ઉદ્દેશ શું છે? બ્રિક્સ દરેક ભૌગોલિક કટોકટી પર એકજૂથ રહેવા માટે નથી બન્યું. તેનો અસલી હેતુ આર્થિક સુધારા છે: (૧) આર્થિક સ્વાયત્તતા: IMF અને વર્લ્ડ બેંકમાં સુધારા કરવા અને અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવી. (૨) નવી ડેવલપમેન્ટ બેંક: સભ્ય દેશો માટે વિકાસલક્ષી નાણાંકીય સહાય ઊભી કરવી. (૩) રાજકીય પ્લેટફોર્મ: પશ્ચિમી વર્ચસ્વ સામે ઉભરતી અર્થવ્યવસ્થાઓને એક મંચ પૂરો પાડવો જ્યાં તેઓ પોતાની શરતો પર સંવાદ કરી શકે.આજે દુનિયા કાયમી ગઠબંધનોને બદલે ટૂંકા ગાળાનાં હિતો અને ‘ટ્રાન્ઝેક્શનલ’(લેવડદેવડ આધારિત) સંબંધો તરફ વળી રહી છે. ઈરાન યુદ્ધે આ સાબિત કર્યું છે:

તેલના ભાવ વધતાં અમેરિકાએ રશિયા પરના પ્રતિબંધો હળવા કર્યા. અખાતી દેશોએ ઇરાની ડ્રોનથી તેમના પ્રદેશોને સુરક્ષિત રાખવા યુક્રેન પાસેથી સૈન્ય મદદ માંગી, વિચિત્રતા જુઓ, યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાને સમર્થન આપતા યુએનના ઠરાવને સમર્થન આપવાનો અખાતી દેશોએ ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે ચીનને હોર્મુઝની ખાડીના રક્ષણ માટે વિનંતી કરી, જેને ચીને ફગાવી દીધી. આમ, બ્રિક્સ એ કોઈ સૈન્ય જોડાણ નથી, પરંતુ એક રાજદ્વારી અવકાશ (Diplomatic Space) છે. જ્યાં તેમનાં હિતો મળે છે ત્યાં સભ્ય દેશો સહકાર આપે છે અને જ્યાં નથી મળતાં ત્યાં તેઓ અસહમત થાય છે.

મહાત્મા ગાંધીજીનો પ્રભાવ વિશ્વભરમાં અત્યંત ઊંડો અને વ્યાપક છે. તેમના અહિંસા અને સત્યાગ્રહના સિદ્ધાંતોએ નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધની લડાઈમાં પ્રેરણા આપી. દલાઈ લામા, આંગ સાન સુચી અને અન્ય વિશ્વ નેતાઓએ પણ ગાંધીજીના અહિંસા અને સહનશીલતાના વિચારોથી પ્રેરણા લીધી. ગાંધીજીના વિચારોએ વિશ્વભરમાં અસંખ્ય સ્વતંત્રતા અને સમાનતાની ચળવળોને પ્રભાવિત કર્યા છે. ગાંધીજીનો પ્રભાવ આજે પણ શાંતિ, સમાનતા અને અહિંસાના માર્ગને મજબૂત બનાવી રહ્યો છે.

મહાત્મા ગાંધીજીથી પ્રેરિત થઈને તેમણે અહિંસક ચળવળ શરૂ કરી હતી.
તેઓ ૨૭ વર્ષ સુધી જેલમાં રહ્યા અને ક્યારેય હાર ન માની.
૧૯૯૦માં જેલમાંથી મુક્ત થયા પછી તેમણે શાંતિનો સંદેશ આપ્યો.
૧૯૯૪માં તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ કાળા રાષ્ટ્રપતિ બન્યા.  તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  ભારતે તેમને પ્રથમ વિદેશી તરીકે ભારતરત્નથી નવાજ્યા હતા.  તેઓ ૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ૯૫ વર્ષની વયે અવસાન પામ્યા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top