હમણા જ મળતા સમાચાર મુજબ સુરતને ટૂંક સમયમા બે સુપર ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ મળી રહ્યા છે. હજરત નિઝામુદ્દીન એક્સપ્રેસ અને પુણે અમદાવાદ વચ્ચે દોડતી દુરંન્ટોનો હવે સુરત શહેરને લાભ મળશે. લાંબા સમય બાદ શહેરના રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોષની રજૂઆત ધ્યાને લઈ આ શક્ય બન્યુ.આ પગલું ખરેખર સરાહનીય છે .ખરેખર તો ફ્લાઇંગ રાણી પછી સુરતને એક નવી ટ્રેન પણ જોઇએ. કારણ કે બાન્દ્રા સુરત ઇન્ટરસીટી ટ્રેન હવે જામનગર સુધી એક દાયકા પહેલાં લઇ જવાઇ છે. આના વિકલ્પે કોઈ ટ્રેન સુરતને રેલ્વે તંત્રએ આપી નથી.બરોડા અને ગાંધીનગર(નવુ સ્ટેશન થતાં) બે નવી ટ્રેન હાલનીસરકારના કાર્યકાળમા શરૂ થઈ છે.વસ્તિ,વિસ્તાર, ટ્રાફિક અને આવકને નજર સમક્ષ રાખતાં વધુ એક ટ્રેન સુરતને મળે એ સર્વથા આવકાર્ય છે.
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
માત્ર ટ્રેનોના સ્ટોપેજ નહિ, સુરતને નવી ટ્રેન પણ આપો
By
Posted on