મારા એક મિત્રના પિતા શેરદલાલ હતા.અને ગુજરી ગયા ત્યારે બારેક હજાર નુ દેવું તેમના માથે હતું. મારા મિત્રે બીજા ત્રણ ભાઇના સહકાર થી આ દેવું ધીમે ધીમે ચૂકતે કરી દીધું હતું. અને પિતાની સમાજમાં આબરૂ જળવાઈ રહી. આ એજમાનાની વાત છે જયારે આ રકમ બહુ મોટી કહી શકાય. કોઈ પણ ધંધામાં પિતા પુત્રની સંયુક્ત ભાગીદારી હોય છે.અને લોકો વેપાર જગતની આ નૈતિક માન્યતાને માનીને બધો વ્યવહાર કરતા રહે છે. મારોપુત્ર ફલાણો મારા કહ્યામાં નથી અને તેની સાથે લોકો એ કરેલા આર્થિક વહેવાર કે ધંધાકીય બાબતો અંગે હું જવાબદાર નથી.એ મારી સાથે રહેતો પણ નથી , વગેરે. આમા નવાઇનીવાત એ છેકે હવે તો પુત્રીના નામ પણ ફોટા સાથે જાહેરાતમા આવવા માંડયા છે.
હદ તો ત્યારે થાયછે કે લોકો એટલે કે લેણદારોથી બચવા આ કે તે વકીલ મારફત આવી જાહેરાતો કરવામાં આવે છે. હકીકતમાં આવા નિવેદનોને કાયદાકીય કોઈ પીઠબળ નથી .લેણદારોને ડરાવવા માટે જ આ બધું કરવામાં આવે છે. ધંધામા મોટું દેવું થઇ ગયા પછી પિતા પુત્રે પોતાની શાખ જાળવી રાખવા ધીમે ધીમે એ ચૂકવી દેવાનુ હોય , આ એક વેપારમાં નૈતિક આચાર સંહિતા છે.ધંધો સારો ચાલતો હોય ત્યારે પુત્ર કહ્યામાં અને નબળો પડે એટલે બધું એના પર ઢોળી દઇ હાથ ઉંચા કરી દેનાર પિતાને આ લેણદારો પુરાવા એકઠા કરીને કોર્ટનો દરવાજે નહિ ઘસડી જાય તો વિશ્વાસઘાતનો નવો પ્રકાર કાયમી ધોરણે વેપાર જગતમાં અડ્ડો જમાવશે એમા બેમત નથી.
સુરત – પ્રભાકર ધોળકીયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.