Business

દરેક સંબંધો અફોર્ડેબલ નથી હોતા

એને જ કેમ બધા આવા મળે ? મારા જ દોસ્તો આવા કેમ છે? મને કેમ આવો પરિવાર મળ્યો હશે? મારે જ દર વખતે બધાની પ્રોબ્લેમ સોલ્વ કરવાની ?? મારી પત્ની/પતિ કેમ આવી/આવો છે? મેં પ્રેમ કેમ આવી વ્યક્તિને કર્યો હશે? મારા જ નસીબ માં આ લખાયું હશે..!! — આવા સવાલો ક્યારેક ને ક્યારેક તો આપણને થયા જ હશે કે આપણી સાથે જ કેમ આ બધુ?? આ દરેક સવાલ નો એક જ જવાબ આપવો હોઈ તો એવો આપી શકાય કે, આ બધું એટલા માટે આપડી સાથે છે કારણ કે આપણે તેને અફોર્ડ કરી શકીયે છીએ. એટલી લાયકાત (તાકાત) આપણા માં છે.

 કેટલાંક લોકો ની દોસ્તી મળવી એ પણ નસીબ ની વાત છે. કેટલાક લોકોની આપણી સાથે હાજરી પણ આપણો હોંસલો વધારી દેતો હોય છે. જેને એક વાર મળવું  કોઈ ના માટે એક સપનું હોય એવા લોકો આપણી આસપાસ બોવ જ સહજતા થી રહેતા હોય. બની શકે કે આ આપણી નજીક છે એટલે આપણને એની કદર ના હોય. ખરેખર તો આપણી પાસે સારા સંબંધો હોઈ એનો પણ આપણને ગર્વ હોવો જોઈએ. આપણને જે દરિયાદિલ દોસ્તો મળ્યા છે એ દરેક ના નસીબમાં થોડા હોવાનાં !! આપણને જે ફેમિલી મળ્યું છે એના માટે કેટલાય સપનાં જોવે છે.

અરે ઈશ્વરનો પણ આભાર માનવો જોઈએ કે આપણને એટલા કેપેબલ બનાવ્યા કે આપણે વરસાદની જેમ વ્હાલ વહેંચી શકીયે એટલા કેપેબલ બનાવ્યા છે. નહીંતર થોડા આ બધા સંબંધો ને અફોર્ડ કરી શકવાના હતા.  જો માણસ જન્મે અને મરે ત્યાં સુધીમાં આ કેટલાય સંબંધો બનાવતો , તોડતો અને ભૂલી જતો હશે. આપણને ઍક્ચુલ માં મતલબ આપણી સાથે વર્તમાન માં જે સંબંધો જીવી રહ્યા છે એમની સાથે જ છે. એ લોકો શું કામ આપણી સાથે જીવી રહ્યા છે? એનો વિચાર કર્યો છે ક્યારેય? કારણકે આપણે તે સંબંધો ને અફોર્ડ કરી શકીયે છીએ એટલા માટે.. એમને જે જોઈએ છીએ એ આપણે આપીયે છીએ એટલા માટે.  આપણી સાથે સ્વાર્થ થી પણ જે લોકો જોડાયેલા છે, એ ક્યાં સુધી આપણી સાથે આમ જ જોડાયેલા રહેશે?

અફકોર્સ કે ક્યાં સુધી એમનો મતલબ નિકળશે ત્યાં સુધી જ ને!! આપણે જાણતાં કે અજાણતા દરેક સંબંધો માટે કંઈક ને કંઈક ચુકવતા જ હોઈએ છીએ. કોઈ માટે સમય તો, કોઈ માટે જ્ઞાન, કોઈ માટે ઈમોશન્સ તો કોઈ માટે પ્રેમ, કોઈ માટે પૈસા તો, કોઈ માટે શરીર. એમાં પણ અમુક તો એટલા બધા મોંઘામુલા હોય છે કે એમના માટે તો બીજા સંબંધો જ ચૂકવવા પડે છે.( હાથ કે બદલે હાથ ના જેવું છે. જો કે અહીંયા હાર્ટ હોય.)  સંબંધોની આ માયાજાળ માં કશું જ મફત માં નથી મળતું, બધા માટે કિંમત ચૂકવવી પડે છે,(બલિદાન દેના હોગા). અત્યારે આપણે જે કઈ સંબંધો ભોગવી રહ્યા છીએ અને માટે આપણે ઓછા-વત્તી કિંમતો તો ચુકવેલી જ છે. આજેય ચૂકવીએ છીએ,અને આગળ પણ ચુકવતા રહીશું જ, જો સંબંધો ને ટકાવી રાખવા હોય તો.        

અત્યારે જે સંબંધો આપડી સાથે નથી એનું કારણ શું? શું કામ એ આપણી સાથે નથી?  એજ ને.. કે એમને જે જોઈતું હતું એ અપને જ્યાં સુધી આપી શક્યા ત્યાં સુધી તેઓ આપણી સાથે હતા. હવે જરૂરિયાતો નથી એકબીજાની, એટલે નથી સાથે. આપણી પોતાની જ વાત કરીયે તો જેમને આપણે છોડી દીધા છે એ બધા પાસેથી પણ આપણે જે- તે સમય ની જરૂરિયાતો જ સંતોષતા હતા. હવે આપણને જરૂરિયાત નથી રહી અથવા તો બીજા લોકો એ પુરી કરવા મળી ગયા છે એટલે ત્યાં નથી જતાં. ધીસ ઇસ ધ બ્લડી ફેક્ટ. કોઈ માને કે ના માને. આપણને સારા દોસ્તો, પરિવાર,સ્નેહીજનો, કલીગ્સ,એમ્પ્લોય કે બોસ સારા મળ્યા છે કારણ કે આપણે તે અફોર્ડ કરી શકીયે છીએ. એ દરેક ને નથી મળતાં કારણકે દરેક તેને અફોર્ડ નથી કરી શકતાં. સંબંધો ની સાંદ્રતા પણ જુદી જુદી હોય છે, એ દરેક ની હોજરી માં નથી પચતા.     એટલે જ તો આપણે ત્યાં તો વર્ષોથી ગવાયું છે કે,

  • “નથી મફતમાં મળતાં,
  • એના મૂલ ચુકાવવાને પડતાં,
  • જગતમાં સંત ‘ને સંતપણા,
  • નથી મફતમાં મળતા !!”

Most Popular

To Top