અમલસાડ અને વિભાગના ચીકુ ઉત્પાદક ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે તેમને ચીકુ માટે GI TAG (Geographical Indiacation) મળ્યો છે. આ અનોખા વાડી વિભાગ માટે ચીકુનો પાક ઐતિહાસિક અને મૂલ્યવાન છે. એ ખેતી નથી રહી પરંતુ ખેડૂતો માટે એ જિગરના ટૂકડો છે. 75-100 વર્ષોથી આ પાકે વિસ્તારની આર્થિક રોનક વધારી છે. 1– 2 એકર ચીકુની વાડી થકી એક કુટુંબની આજીવિકા જળવાયેલી રહે છે. ચીકુના પાક અને એની બીજી પેદાશો જેવી કે ઝાડ પરથી પડતા પાકા ફળો કરડાં, ચીપ્સ કે પાવડર વગેરે પણ પૂરક આવક આપે છે.
ચીકુનો પાક 8-10 મહિના સળંગ ઉત્પાદન આપે છે. જેથી કરી ખેડૂતો માટે એ ઓપનબેંક જેવો સાબિત થાય છે. સ્થાનિક સહકારી માળખું પણ આર્શીવાદરૂપ છે. પ્રસિધ્ધ લેખક ચંદ્રકાંન બક્ષીએ આ વિભાગના લોકો માટે લખ્યું છે કે એઓ મુંબઇમાં હોય અને આકાશી વાતાવરણ બદલાય કે વરસાદ પડે તો ચીકુ કે કેરીની વાડીની ચિંતા કરતા હોય છે. ટૂંકમાં ચીકુ કે કેરી જોડે તેઓ માયા (આર્થિક ઉપાજન) નહી, મમતાથી જોડાયેલ હોય છે. GI Tag મળવાથી હજી અમલસાડ વિભાગના ચીકુની ખ્યાતિ દેશ-વિદેશમાં થાય એવી અભ્યર્થના
ખખવાડા (નવસારી) – અજય ટી. નાયક
ભાષાને નામે પ્રજા સાથે ભાંજગડ
હાલમાં ફરી પાછું પોતાની જ ભાષા પોતાના રાજ્યમાં તમામ લોકો દ્વારા ફરજીયાત બોલાવી જોઇએ, તમામ સરકારી સંસ્થાઓ, ઓફિસો કે ખાનગી પેઢીઓમાં પણ જે તે રાજ્યની ભાષામાં જ વ્યવહાર થવો જોઈએ, એવો દુરાગ્રહ રાખી કેટલાક ગણ્યાગાંઠયા રાજ્યમાં પ્રજા સાથે ઝઘડાની શરૂઆત કરી ના છાજે અને ના ચલાવી લેવાય તેવો દુર્વ્યવહાર કરી તે વેળાએ જાણે ઉપકાર કરતા હોય તે પ્રમાણે ટોળાનો નેતા એક મુદત આપી જણાવે છે. જે તે કચેરીઓમાં લાગતા સરકારી આદેશોનો પોસ્ટરો ફક્ત સ્થાનીય પ્રાદેશિક ભાષામાં જ હોવા જોઈએ અને બધા કર્મચારીઓ સ્થાનીય ભાષા બોલતા ના થાય તો તે ટોળું કોઈ પણ પ્રકારે તેની માંગો સંતોષાવા જરૂરી કાર્યવાહી પોતાની મરજી પ્રમાણે કરશે. આ હકીકતોનો વીડિયો આ લખનારે જોયા છે. આ ટોળું એકાદ સ્થાનિક સંસ્થાના નામ પર આ જોહુકમી કરે છે અને તે રાજ્યની સરકાર ફક્ત મુક પ્રેક્ષક બની રહે છે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
