નવરાત્રીની શુભેચ્છાઓ. નવરાત્રી નિમિત્તે યોજાતા ગરબા મહોત્સવો માટે યુવા ધન ક્યારનું થનગનતું હોય છે. વળી હવે તો યુનેસ્કોએ ગુજરાતના ગરબાને સંસ્કૃતિના જીવંત કળાવારસાનો દરજ્જો આપ્યો છે ત્યારે યોગની જેમ દુનિયાભરમાં ગુજરાતનો ગરબો પ્રખ્યાત થયો છે. ગરબાને જ્યારે હેરીટેજનો દરજ્જો મળ્યો છે ત્યારે આપણી પણ ફરજ છે કે આપણે આ વારસાને પ્રામાણિકતાપૂર્વક જાળવીએ અને માટે આ તબક્કે એક પ્રશ્ન થાય છે કે “ગુજરાતનાં તમામ શહેરોમાં જે ગરબા મહોત્સવ યોજાય છે. ખાસ તો ધંધાદારી પાર્ટી પ્લોટમાં તેને “ગરબા મહોત્સવ” કહી શકાય ખરો? કે તે માત્ર ડાન્સ પાર્ટી એટલે કે નૃત્ય મહોત્સવ હોય છે?
જરા વિચારો કે ગુજરાતના ગરબાને વલ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યા પછી કોઈ સમાજશાસ્ત્રી કે સંશોધક ભારતની કે ગુજરાતની મુલાકાત લે અને આપણે તેને ગુજરાતના “ગરબા” બતાવવા લઇ જઈએ તો શું આપણે તેને ત્યાં ચાલતા કોઈ પણ ડાન્સને ગરબા તરીકે બતાવી શકીશું? ના, આપણે પોળ, સોસાયટી કે કેટલાક ખરેખર પરમ્પરાગત ગરબા થાય છે તે જ ગરબા તરીકે બતાવવા પડશે. એ બાબતમાં આપણી ગુજરાતી ફિલ્મોનો આભાર માનજો કે તેમાં હજુ ગરબાના નામે ગરબા જ શૂટ થાય છે. વાત ધાર્મિક કે શ્રધ્ધાની નથી માટે આડા પાટે ના વિચારવું. તર્કબદ્ધ વિચારવું.
ભારતમાં ધાર્મિક પરમ્પરા મુજબ ભારતીય સંવતમાં વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી બે વ્યાપકપણે ઉજવાય છે. આમાં ચૈત્રી નવરાત્રી ધાર્મિક અનુષ્ઠાન અને યજ્ઞ વગેરે માટે પ્રખ્યાત છે જ્યારે શારદીય નવરાત્રીમાં દેશભરમાં ધાર્મિક અનુષ્ઠાન કે તપ કરનારાની સાથે દુર્ગા પૂજા કે ગરબા મહોત્સવ જેવા જાહેર ઉત્સવ પણ યોજાય છે. વૈશ્વિક પરમ્પરાઓમાં ખેતીપ્રધાન વ્યવસ્થામાં માણસે જ્યારે જ્યારે પાક આવ્યો ત્યારે ત્યારે ઉજવણી કરી છે. ઉજવણી અને ઉત્સવના પ્રારંભિક સ્વરૂપો હમેશાં નૃત્ય અને ગીતનાં રહ્યાં છે. સાહિત્યકારો અને પરમ્પરા માન્યતાઓ મુજબ ગરબો એટલે કે નૃત્ય પાર્વતીના લાસ્યમાંથી ઊતરી આવ્યું છે.
આમ તો, અંગડાઈ ,વિજાતીય આકર્ષણમાંથી જન્મતી અંગભંગિ ( શરમના શેરડા પડ્યા !!!) અને સમાજ પ્રકૃતિમાંથી મળેલા હકારાત્મક સંકેતો સામે માણસ અભિવ્યક્તિનો ઉત્સાહ નૃત્યમાં વ્યક્ત કરે. ડર ઉપરના વિજયમાંથી પણ ઉત્સવ યોજાય છે. પણ અહીં લાસ્યમાંથી નૃત્ય પ્રગટ્યું. દેવને મનાવવા નર્તનનો અભિગમ પરમ્પરા બન્યો એટલે નવરાત્રીમાં પણ શ્રધ્ધાપૂર્વક કે માત્ર શોખ ખાતર માણસ નાચી જ શકે. સ્ત્રી કે પુરુષ બન્ને નાચી શકે. એટલે નવરાત્રી નિમિત્તે ગરબા જ ગાવા પડે એવું નહીં. તમે ભાંગડા કરો, લાવણીનૃત્ય કરો, ભરત નાટ્યમાં કરો, હુડો કરો કે આધુનિક વેસ્ટર્ન ડિસ્કો કરો. કોઈ વાંધો નહિ પણ જો ગરબા કરો અથવા હું ગરબા કરું છું તેમ કહો તો વિનંતીપૂર્વક જણાવવાનું કે ગરબા જ કરો .. કારણ કે ગરબાનું એક સ્પષ્ટ સ્વરૂપ છે. સાહિત્યમાં પણ ગરબાનો પ્રકાર છે અને નૃત્યમાં પણ ગરબાનો એક પ્રકાર છે જેના પેટા પ્રકારો કે નજીકના પ્રકારો છે.
સાહિત્યમાં ગઝલ ,સોનેટ ,ગીત ,દુહો, છંદ એમ કાવ્યના નિયમો અનુસાર કાવ્યના પ્રકારો પડે છે. આપણે દરેક દરેક કાવ્યને ગઝલ નથી કહેતા. ગરબાને ભજન નથી કહેતા …હા ગઝલને પણ ગરબામાં ગાવી હોય તો તેનો ઢાળ ગરબાનો જ કરવો પડે છે . જેમ સાહિત્યમાં છંદના માપ અને માત્રામેળ મુજબ કાવ્યના પ્રકાર પડે છે તેમ ભારતમાં નૃત્યના પણ નિયમો મુજબ પ્રકાર છે. ભરત નાટ્યમ કે કથ્થકના નામે કોઈ પણ નાચી શકે નહિ એમ કોઈ પણ ડાન્સને ગરબો કહી શકાય નહીં. આવી સાદી સમજ છે.
હા, ગરબો એ શાસ્ત્રીય નૃત્ય પ્રકાર નથી એટલે તેના તદ્દન જડ બંધારણ નિયમો નથી. વડોદરામાં વિશાલ સમૂહમાં ગોળ નૃત્ય થાય છે તે પણ ગરબો જ છે અને શેરી કે પોળમાં ગૃહિણીઓ સાદી રીતે જે ગાય છે તે ગરબો છે પણ માત્ર ફિલ્મ ગીત પર ગમે તેમ નાચતાં લોકો ગરબો કરે છે તેમ કહી શકાય નહીં. માટે અંતે એટલું જ કહેવાનું કે ભારતીય પરમ્પરાઓને વિધર્મીઓ જેટલું નુકસાન નથી પહોંચાડતાં તેટલું વેપારીઓ પહોંચાડે છે. સંસ્કૃતિ અને પરમ્પરાની જાળવણી માત્ર થોડાક હોબાળાથી થઇ જતી નથી. નિસ્બત એ વ્યાપક જવાબદારીવાળો શબ્દ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.