રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં 5 સહિત કુલ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા સહિત 35 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે છેલ્લા 24 કલાકમાં વડોદરા મનપામાં 5, અમદાવાદ મનપામાં 4, રાજકોટ મનપા, સુરત મનપા-ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં 1- 1 મળી કુલ 13 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં 10 દર્દીઓ સાજા થયા હતાં, આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,201 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાત હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 153 થઈ છે. જ્યારે 149 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અને 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 7,48,051 વ્યકિતઓને રસી આપવામાં આવી
રાજ્યમાં આજે 38 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 6,480ને બીજો ડોઝ આપવમાં આવ્યો છે. જ્યારે 18-45 વર્ષ સુધીના 3,40,993ને પ્રથમ અને 1,62,807ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના 1,10,328ને પ્રથમ અને 12,745ને બીજો ડોઝ મળી કુલ 7,48,051 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,70,09,216 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.