National

ઉત્તર ભારતની જેલમાં બંધ 10-12 ગેંગસ્ટરોને આંદામાન-નિકોબાર જેલમાં ટ્રાન્સફર કરવા અપીલ

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગૃહ મંત્રાલયને ઉત્તર ભારતની (North India) જેલોમાં બંધ 10-12 કુખ્યાત ગેંગસ્ટરોને (Gangsters) આંદામાન અને નિકોબાર (Andaman Nicobar) જેલમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને NIAના અધિકારીઓ વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા થઈ છે.

NIA દિલ્હી, પંજાબ અને હરિયાણાની જેલોમાં બંધ ઘણાં કેદીઓને આંદામાનની જેલમાં મોકલવા માંગે છે જેઓ અહીંની જેલોમાં બંધ રહીને તેમની ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહ્યા છે. NIAનો ઉદ્દેશ્ય આ ગેંગસ્ટરોના નેટવર્કનો નાશ કરવાનો છે. NIA કેટલાક ગેંગસ્ટરોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં મોકલવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે, જ્યાં હાલમાં વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ હાજર છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રારંભિક દરખાસ્તમાં કેદીઓને દક્ષિણ ભારતની જેલોમાં સ્થાનાંતરિત કરવાની હતી પરંતુ તે લાંબી પ્રક્રિયા છે. દક્ષિણ ભારતની જેલમાં સ્થાનાંતર કરવા માટે જે તે રાજ્ય સરકારો પાસેથી પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત કેદીઓને આસામ શિફ્ટ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ છે અને આવી સ્થિતિમાં આ કેદીને ત્યાં શિફ્ટ કરવા માટે કેન્દ્રને કોઈની અલગથી પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.

થોડા દિવસો પહેલા ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં ખુલાસો કર્યો હતો કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા જેલમાં બેસીને ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહ્યા છે. જેલમાં બેસીને બંને ગેંગસ્ટર યુવાન છોકરાઓની ભરતી કરી રહ્યા છે અને ભારત ભરમાં ગોળીબાર કરાવી રહ્યાં છે. તેઓ સતત આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બીજી તરફ બિશ્નોઈ અને નેહરાએ ખુલાસો કર્યો છે કે દિલ્હીથી ભાગી ગયેલો ગેંગસ્ટર કપિલ ઉર્ફે નંદુ અને લંડનમાં બેસીને બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકામાં બેસીને સંયુક્ત રીતે આ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બિશ્નોઈ અને નેહરાની પૂછપરછ કર્યા બાદ દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી જે દિલ્હીમાં બીજેપી નેતાની હત્યામાં સામેલ હતો.

Most Popular

To Top