World

કિમ જોંગનો ફતવો : બાળકોનાં નામ ‘બોમ્બ’, ‘ગન’ અને ‘સૅટેલાઇટ’ રાખવાનો આદેશ…

સાઉથ કોરિયા : ઉત્તર કોરિયાના (North Korea) સુપ્રીમ લીડર કિમ જોંગે (Kim Jong) હાલમાં જ નવો ફતવો બહાર પાડ્યો છે. જેમાં તેમણે એવો આદેશ આપ્યો છે કે જો તમારે દેશમાં રહેવું હોય તો તમારા બાળકોના નામ (Children’s names) ‘બૉમ્બ’,(Bomb) ‘સેટેલાઇટ’ (Satellite) અથવા તો ‘ગન’ (Gun) રાખવા પડશે. આવા નામોમાં દેશ ભક્તિ હોવાની ઝલક થાય છે. હાલ સાઉથ કોરિયામાં (ચુંગ ) વફાદારી,(સોરા) શંખ (એરી) પ્રેમ કરવા વાળા આ બધા નામો સોફ્ટ રખવાની પરંપરા પ્રચલિત છે. જેના વિરુદ્ધ કિમે આવા નામો રાખનારા આદેશ આપ્યો હતો કે હવે પછી આવા નામો નહિ રાખી શકાય.કિમનું એવું માનવું છે કે દક્ષિણ કોરિયન શૈલીના નામો હવે પશ્ચિમી સંસ્કૃતિના પ્રતીક સમાન બની જાય છે..

ક્રાંતિકરી નામ રાખવા માટે મહિનાના અંત સુધીની ટાઈમલાઈન અપાઈ
કિમનો આ આદેશ નવજાત બાળકો પૂરતો માર્યાદિત નથી,પણ હવેથી દેશના દરકે નાગરિકો આ ફતવાના દાયરા હેઠળ આવી જશે. તેના માટે નાગરિકોને વર્ષના અંત સુધીની સમય મર્યાદાઓ આપવામાં આવી છે અને ફરમાન મુજબ જો નાકરકોએ તેમના નામો બદલીને ક્રાંતિકારી નમા નહિ રાખ્યા તો,ભારે દંડની વસુલાત કરવામાં આવશે અને ને નાગરિકો આવું નહિ કરે તો ખરાબમાં ખરાબ સજા ભોગવવાની તૈયારીઓ રાખવી પડશે.આ કાર્ય પૂર્ણ કરવા માટે મહિનાના અંત સુધીની ટાઈમલાઈન પણ આપવામાં આવી છે..

નામ બદલવા માટે નોટિસ ઈશ્યુ કરાઈ
ઉત્તર કોરિયાના નાગરિકો માટે જાહેર કરાયેલા ફરમાન બદલ હવે નોટિસ ઈશ્યુ કરાઈ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઇ છે. નોટસી મુજબ દરેક નાગરિકોએ તેના નામના અંતે કોઈ ક્રાંતિકારી શબ્દો મુકવા પડશે.અને આવું તેમને વર્ષના અંત સુધી કરવું જ પડશે.નાગરિકોએ તેમના નામની પાછળ એવું જોડવાનું રહેશે કે નામમાં દેશ ભક્તિની સાફ રીતે ઝલક આવે.અને રાજનીતિક સંદેશ પણ આપે.જકો ઘણા નાગરિકો આવા તગલધી ફરમાનને લઇને ખુબ નારાજ છે.

અધિકારીઓ લોકોને નામ બદલવાની ફરજ પાડી રહ્યા છે

ઉત્તર કોરિયાના એક અનામી રહેવાસીએ જણાવ્યું કે અધિકારીઓ લોકોને તેમનાં નામ રાજ્ય સરકાર દ્વારા નિર્દિષ્ટ ધોરણો મુજબ બદલવાની ફરજ પાડી રહ્યા છે. ગયા મહિનાથી નેબરહૂડ-વૉચ યુનિટના રહેવાસીઓની મીટિંગમાં અંતિમ વ્યંજન વિનાનાં તમામ નામોમાં સુધારો કરવા માટે સતત નોટિસ પાઠવીને આ હુકમનું પાલન કરવા માટે મજબુર કરવામાં આવ્યા છે.અને કહેવામાં આવી રહ્યું છે કે જેમના નામના અંતમાં વ્યંજન નથી તેમને પોતાના નામમાં રાજકીય અર્થ ઉમેરે કારણ કે હજુ વર્ષ પૂર્ણ થવામાં સમય બાકી છે.

Most Popular

To Top