સુરત: (Surat) ઉમરવાડા વિસ્તારમાં મનપા (SMC) સંચાલિત કોમ્યુનિટી હોલ (Community Hall) સ્થાનિક લોકોને લગ્ન (Marriage) પ્રસંગો સહિતની સુવિધાઓ માટે બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ (Muslim) વસ્તી છે. અને ઉમરવાડા કોમ્યુનીટી હોલનો મોટા પ્રમાણમાં ઉપયોગ મુસ્લિમ સમાજ દ્વારા પ્રસંગો માટે કરવામાં આવે છે. મુસ્લિમ સમાજ દ્વારા લગ્નપ્રસંગમાં મોટાભાગે માંસાહારી (Nonveg) રસોઈ બનાવવામાં આવે છે અને વર્ષોથી આ હોલનો ઉપયોગ આ જ રીતે કરવામાં આવી રહ્યો છે. પરંતુ મનપા દ્વારા હવે અચાનક અહી ‘બિનશાકાહારી ખોરાક બનાવી કે પીરસી શકાશે નહી’ તેવા પોસ્ટર (Poster) લગાવી દેતા સ્થાનિક મુસ્લિમ રોષે ભરાયા છે.
કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકો અહી લગ્નપ્રસંગ માટે આ હોલનો ઉપયોગ કરતા આવ્યા છે અને ઘણા સમયથી અહી માંસાહારી ભોજન પણ પીરસાઈ જ રહ્યું છે અને બની પણ રહ્યું હતું અને હવે મનપા દ્વારા અચાનક આવો ફતવો જાહેર કરતા સ્થાનિક મુસ્લિમો નારાજ થયા છે. અને વિવાદ (Controversy) પણ છંછેડાયો છે.
મસાલાની દુકાનો પર મનપાના ફુડ વિભાગના દરોડા
સુરત: ઉનાળો શરૂ થતા જ લોકો સંપુર્ણ વર્ષ માટેના મસાલા ભરતા હોય છે. જેના પગલે મસાલાઓમાં ભેળસેળ થવાની ફરીયાદ પણ મોટી પ્રમાણમાં થતી હોય, મનપા દ્વારા આ વર્ષે મસાલાઓની દુકાનો પર દરોડા પાડી સેમ્પલ લેવાની કામગીરી કરી હતી અને સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ફુડ વિભાગ દ્વારા કુલ 23 મરી-મસાલાની સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કુલ 40 નમુના લેવામાં આવ્યા હતા જેમાં હળદર, મરચા પાવડર, ધાણાજીરૂ પાવડર, સુવા, અજમોના નમુના લેવામાં આવ્યા હતા.
ગઈકાલે મનપા દ્વારા કેરીના રસના વેચાણ કરતી સંસ્થાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સતત બીજા દિવસે સુરત મનપાના ફુડ વિભાગ દ્વારા મસાલાઓની દુકાન પર ચેકિંગ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને લેબમાં મોકલવામાં આવ્યા હતા. મનપા દ્વારા તમામ ઝોનમાં મસાલાઓના વેચાણ કરતી સંસ્થા પર ચેકિંગ કરી સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.