Charchapatra

અહિંસક સુરતી સ્વભાવ

 ‘સુરત’સદીઓ થી એક શહેર તરીકેજ ઓળખાય છે.સુરત પહેલા ગામ હતું એવું ધ્યાને નથી.અસ્સલ સુરત એટલે કોટ વિસ્તારમાં જ ફેલાયલું હતું.સુરત એટલે ‘નર્મદ’ નું સુરત.સુરત એટલે ‘જ્યોતીન્દ્ર દવે’ નું હસતું રમતું સુરત.!સુરત સદીઓથી ‘સમૃદ્ધ’ છે.સુરતની મૂળ વસ્તી કણબી, ખત્રી,ગોલા(રાણા),અને ઘાંચી અને સાથે અન્ય વસ્તીઓ તો ખરીજ.જેઓ કોટ વિસ્તારમાં જ વસવાટ કરતા હતા.આમ તો સુરતીઓ મોજીલા કહેવાય.સુરતીઓ એટલે શેરી મોહલ્લા માં ઝગડો થાય,ત્યારે ગારા ગારી કરે પણ મારા મારી નહિ કરે, એને કહેવાય અસ્સલ સુરતી.!સામસામે ઝગડો થાય ત્યારે ઓટલા પરથી નીચે નહિ ઉતરે’ તે અસ્સલ સુરતી.! અહિંસક હથિયાર ‘ગાર’ નોજ ઉપયોગ કરે એને કહેવાય શાનો સુરતી.!

પાછળથી ઘરના બૈરાઓ ખેંચી ને ઘરમાં લઈ જવા નો પ્રયત્ન કરે, તેમ વધારે ‘ગાર’ નો વરસાદ કરે એ અસ્સલ સુરતી.!પણ ભૂલેચૂકે કોઈની ઉપર ‘ધેફુ’ પણ નહીં ફેંકે એને કહેવાય અહિંસક સુરતી.!સવારે લડાઈ ઝગડો થાય અને રાત્રે સાથે ‘રંગપાણી’ કરવા બેસે એને કહેવાય રંગીલો અસ્સલ સુરતી.!આર્થિક તંગી માં ‘ચટણી ને રોટલો’ ખાય,પણ ગળે ‘ફાંસો’ નહિ ખાય એને કહેવાય અસ્સલ સુરતી.!ગમે તેવી મુશ્કેલીઓ આવે ત્યારે હસતે મોઢે તેનો સામનો કરે એને કહેવાય અસ્સલ સુરતી.!તાપી માં રેલ આવે ત્યારે છાપરે ધાબા પર બેસી નાસ્તો ઝાપટે એને કહેવાય મોજીલો સુરતી.!પાણી ઉતરી જાય પછી સ્વયંમ કાદવ ઉલેચે એને કહેવાય મહેનતું અસ્સલ સુરતી.!આજે જ્યારે સુરતનો ખૂબ વિકાસ થયો છે ત્યારે સુરત એક મીની ભારત બન્યું છે પરિણામે સુરતમાં ક્રાઈમ નો વધારો થયો છે.નાની નાની બાબતો હિંસક સ્વરૂપ ધારણ કરે છે.એ આપણા સુરતમાં વસવાટ કરતા તમામ સુરતીઓ માટે ચિંતાનો વિષય છે.!
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સીંગ તેલનો ભાવ વધારો ભાજપને પણ દઝાડશે?
ચૂંટણી અગાઉ સીંગતેલનો ભાવવધારો ડબલ એન્જિન જોડેલી સરકારના’ અનરિઝર્વડ ‘ કોચમાં મુસાફરી કરીને ત્રણ હજારની સપાટી સુધી જઈ આવ્યો.પછી એણે ટ્રેનમાથી ઉતરીને થોડો વિરામ લીધો.અને પ્રજા માટે ભાવ રાહતનાં સંકેત આપ્યા.કોંગ્રેસમા પચાસેક વરસમા ઘણી લીલી સૂકી જોઈ ચૂકેલા એક નિવૃત રાજકારણી સાથે હાલની પ્રચંડ બહુમતિ સાથેની ભાજપની સરકાર વિશે અલક મલકની વાતો કરવાની તક મળી .ત્યારે મેં કહ્યું કે આ વખતે તો સૌરાષ્ટ્રની લોબીએ પણ ચૂંટણીમાં સારો દેખાવ ભાજપ માટે કર્યો છે.આ બાબત સારી નહિ થોડી ચિંતા જનક પણ છે. એવો મત એ રાજકારણીએ પ્રગટ કર્યો.જવાબમા ઘણી ચર્ચા થઇ.અને સીંગતેલના નવી સરકાર રચાયાના બીજા દિવસે જ તેલના ડબ્બાના વધેલા ભાવ તરફ આંગળી ચીંધી બતાવી. પછી મને કહ્યું કે તને આ બધી બાબતમાં ગમ નહિ પડે.અગાઉની કેટલીક સરકારની ગતિવિધીમાં આ લોબીના હાથમાંજ રિમોટ કંટ્રોલ રહેતું આવ્યું છે. કાંતો સરકાર ડામાડોળ થઇ છે અથવા બીજી અણધારેલી બાબતો બની છે. ‘ થોરામાં ઘનુ’. સમજી લે ને…..!
સુરત     – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top