Charchapatra

નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ

સમગ્ર દેશનાં તમામ રાજયોમાં, શહેરોમાં અગણિત નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ વિસ્તરેલી છે. બેન્ક કરતાં ઝડપી અને ઓછા ડોક્યુમેન્ટ યા લોન પાસ કરવાની લોભામણી જાહેરાતોથી મહત્તમ જનતા બેન્ક કરતાં આવી ફાઈનાન્સ કંપનીઓ પાસેથી લોન લેવાનું વધુ પસંદ કરે છે અને પછી મુસીબતો અને પરેશાનીઓને આમંત્રણ આપે છે. આવી ફાઈનાન્સ કંપનીઓમાંથી મહત્તમ કંપનીઓના કોઇ ધારા-ધોરણ કે નિયમો હોતાં નથી. તેઓ ખૂબ જ ઊંચા દરે લોનનું ધિરાણ કરે છે અને જાતે લોન હપ્તા સમયસર નહીં ભરાય તો ખૂબ જ કડક પઠાણી ઉઘરાણીનો અભિગમ અપનાવે છે, જેના વિપરીત પરિણામ હેઠળ ઘણાં લોનધારક ગ્રાહકોને આત્મહત્યા કર્યાની ઘટનાઓ બની છે. હાલમાં જ દેશના નાણામંત્રીને આ અંગે મોટી ફરિયાદો મળતાં આવી ફાઈનાન્સ કંપનીઓને 1. વ્યાજદર વાજબી રાખો. લોન વસૂલી સમ્માનજનક રીતે થવી જોઈએ. રીઝર્વ બેન્કનાં ધારાધોરણનું પાલન થવું જોઇએ. એ અંગે નોટીફીકેશન બહાર પાડયું હતું. જે જરૂરી હતું.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મરાઠી બોલવા માટે જબરજસ્તી?
આપણા ભારત દેશની હિન્દી રાષ્ટ્રભાષા છે. પરંતુ અલગ-અલગ રાજયોમાં ત્યાં માતૃભાષા બોલવામાં આવે છે. તે અલગ વાત છે. મુંબઇમાં હાલ ભાષાનો વિવાદ વધુ વકર્યો છે. મ.ન.સે.ઉપરાંત અમુક સંગઠનો દ્વારા મુંબઇમાં રહેતા દરેકને મરાઠી ભાષા બોલવા માટે જબરજસ્તી અને દાદાગીરી કરવામાં આવી છે.  વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓને દુકાનનાં બોર્ડ પણ મરાઠીમાં લખાવવાનું દબાણ કરવામાં આવે છે તે ઉચિત નથી.

શિવસેનાના સુપ્રિમો બાળા સાહેબ ઠાકરે હિન્દુત્વના હિમાયતી હતા. હિન્દુત્વમાં મરાઠી ગુજરાતી બધાં આવી જાય છે. પછી મરાઠી ભાષાના ઉપયોગ માટે દાદાગીરી કેમ કરાય છે? 20 વર્ષ પછી રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે એક મંચ પર ભેગા થયા છે. કહેવાય છે વાર્યા ન વળે તે હાર્યા વળે. મરાઠી બંધુ સત્તા હાંસલ કરવા ભેગા થયા છે. શિવસેનાનો જે મુંબઇમાં દબદબો-હાક હતી તે બંને ભાઈઓએ વેરવિખેર કરી નાંખી છે.
તરસાડા   – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top