Entertainment

કોમ્પિટિશનની કોઈ ચિન્તા નથી : શ્રેયસ

શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અભિનીત સુપરહિટ હિન્દી ફિલ્મો જેવી કે ઓમ શાંતિ ઓમ, અજય દેવગણ અભિનીત ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, હાઉસફુલ 2 અને ગોલમાલ અગેન, ઇકબાલ અને ડોર, વેલકમ ટુ સજ્જનપુર જેવી ફિલ્મોથી જાણીતા બનેલા એક્ટર / પ્રોડ્યુસર શ્રેયસ તળપડે હવે લોકડાઉનમાં નાટ્યરસિકો માટે ઓનલાઈન હિન્દી ગુજરાતી,મરાઠી, બંગાળી , મલયાલમ અને રાજસ્થાની નાટકો લઈને ‘9 રાસા’ ઓ.ટી.ટી પ્લેટફોર્મ ઉપર આવ્યા છે, નજીવા દરે દર્શકો નવા તાજા વિષય અને ફ્રેશ શૂટ કરેલા નાટકો  ઓનલાઇન ઓ.ટી.ટી ઉપર જોઈ શકશે. ડીશ ટીવી અને કોકોનટ થિયેટરી પણ નવા નવા શૂટ કરેલા ફ્રેશ સબ્જેક્ટવાળા પ્રાદેશિક સહીત અંગ્રેજી નાટકો ઓ.ટી.ટી/ ટીવી  ઉપર  નજીવા દરે દેખાડી રહ્યા છે ત્યારે આ કોમ્પિટિશન અંગે તમે કેવું અનુભવો છો, આ બાબતે શ્રેયસે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.

શ્રેયસ, ગિરીશ કર્નાડે ઘણા કન્નડ નાટકો લખ્યા જેમને મરાઠીમાં ટ્રાન્સલેટ કરી મરાઠી નાટકો લખવામાં આવ્યા છે, આજના યુવાનો ‘ઘાસીરામ કોટવાલ’ જેવા પ્રસિદ્ધ મરાઠી નાટકોથી અજાણ છે? તો શું આ પ્રકારના નાટકો પણ ‘9 સાગા’ ઉપર આવશે?

શ્રેયસ તળપડે : અમુક નાટકો તો એવા છે કે જેને શૂટ કરીને યુ ટ્યુબ કે ચેનલ ઉપર દેખાડવામાં આવ્યા છે, અમુક જુના મરાઠી કે ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ભાષાના નાટકો હોય તેમના રાઇટ્સ લેવા પડે છે અને રાઇટ્સની સમસ્યા પણ હોય છે. દાખલા તરીકે ‘ઘાસીરામ કોટવાલ’ જેવું નાટક ફરીથી શૂટ કરીને અમારે દેખાડવું હોય તો એના રાઇટ્સ હોવા જરૂરી છે કારણકે અમે નવા રંગરૂપ કલેવરમાં આ નાટકોને દેખાડી રહ્યા છે. રાઇટ્સ પણ અફોર્ડેબલ હોવા જોઈએ. વેન્ચર છે એટલે કેપેસીટી મુજબ કોશિશ કરીએ છીએ, રાઇટ્સ એક્સ્પેન્સિવ હોવ તો અમે એના ચક્કરમાં પડતા નથી.

ડીશ ટીવી ટેલિવિઝન ઉપર અને કોકોનટ થિયેટરી ઓનલાઇન યુટ્યુબ ઉપર નવા ફ્રેશ નાટકો દેખાડે છે તો આ પ્રકારની કોમ્પિટિશન અંગે તમારું શું માનવું છે?

શ્રેયસ તળપડે :  આપણી પાસે ચેનલ ઘણી બધી છે અને ઓ.ટી.ટી પ્લેટફોર્મ ઘણા બધા છે અને એક્ટર પણ ઢગલાબંધ છે છતાં અમિતાભ બચ્ચનને કેમ લોકો વધુ જુએ છે કે અમિતાભ બચ્ચનની ફિલ્મો દર્શકો કેમ વધુ જુએ છે? કાંઈક અલગ હશે એટલે જ તો બચ્ચન સાહેબની ફિલ્મો દર્શકો વધુ જુએ છે. બચ્ચન સાહેબ રોમેન્સ , એક્શન , ઈમોશનલ સીન તમામ સારી રીતે ભજવી જાણે છે તેમની પાસે અભિનયની હથોટી છે પણ સાથે સાથે બીજા એક્ટરને પણ ઓડિયન્સ જુએ છે કારણકે તેમની પાસે પણ અલગ ખૂબી, લાયકાત છે કે અલગ પ્રકારની અભિનય શૈલી છે. દરેક ઓ.ટી.ટી પ્લેટફોર્મ અને દરેક એક્ટરની પોતાની સ્પેશ્યાલિટી છે એટલે દર્શકો તેમને પણ જુએ  છે. અમે જયારે નાટકો માટે ઓ.ટી.ટી પ્લેટફોર્મ શરુ કર્યું ત્યારે અમે મેન્ટલી કોમ્પિટિશન માટે રેડી જ હતા અને કોમ્પિટિશન હોવું જ જોઈએ તો જ દર્શકોને નવા વિષય સાથે ફ્રેશ નાટકો ઓ.ટી.ટી ઉપર જોવા મળશે. દરેક ઓ.ટી.ટી પ્લેટફોર્મની પોતાની સ્પેશ્યાલિટી હોય છે. મારુ માનવું છે ફક્ત ‘9 રાસા’ જ નહિ કોકોનટ કે ડીશ ટીવી કે અન્ય ઓનલાઇન  ચેનલ  જે ફક્ત ને ફક્ત થિયેટરને ડેડીકેટેડ છે એવા વધુમાં વધુ પ્લેટફોર્મ આવવા જોઈએ તો સારામાં સારા નાટકો વર્લ્ડ ઓડિયન્સ મોબાઈલ કે લેપટોપ કે કોમ્પ્યુટર ઉપર માણી શકશે.

તમારી અપકમિંગ હિન્દી મરાઠી ફિલ્મ વિશે જણાવશો?

શ્રેયસ તળપડે :  મારી આગામી હિન્દી છે ‘મુન્નુ ઔર મુન્ની કી શાદી’ આ બહુ ઇન્ટરેસ્ટિંગ પટકથા છે. આ ફિલ્મ સ્લાઈસ ઓફ લાઈફ છે અને દર્શકોનું ફિલ્મ મનોરંજન પણ કરશે. હ્યુમરસ અને ઈમોશનલ છે એક યુવક જેના લગ્ન થતા નથી, ત્યાર બાદ કારણ ખબર પડે છે કે ક્યાં કારણસર આ યુવકના લગ્ન થઇ રહ્યા નથી અને ધમાચકડી ને હાસ્યની છોળો ઉછળે છે. ત્યાર બાદ મહેશ માંજરેકર દિગ્દર્શિત મરાઠી ફિલ્મ છે આ એક ઈમોશનલ લવ સ્ટોરી છે જેમાં હું કામ કરી રહ્યો છું. એક ‘લઘુશંકર’ નામે ચિલ્ડ્રન ફિલ્મમાં પણ કામ કર્યું છે અને આ ફિલ્મ પણ રજૂ થશે.

‘9 રાસા’ ઉપર કેવા થિયેટર પ્લે આવવાના છે?

શ્રેયસ તળપડે : અપકમિંગ મ્યુઝિકલ પ્લે અમે લઈને આવવાના છીએ, તમે એન.સી.પી.એમાં મ્યુઝિકલ પ્લે તો જોયા જ હશે એવા અમે ઓ.ટી .ટી પ્લેટફોર્મ ‘9 રાસા’ ઉપર લઈને આવીશું. બાળકો માટે અમે ચિલ્ડ્રન પ્લે પણ લઈને આવી રહ્યા છીએ.

Most Popular

To Top