Business

મિડલ કલાસને મોટી ભેંટઃ 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં, એજ્યુકેશન લોનમાં પણ રાહત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ઈન્કમટેક્સ પર માંગ્યા કરતા વધુ છૂટ આપી છે. નાણામંત્રીએ રૂપિયા 12 લાખ સુધીની આવકને ટેક્સમાંથી મુક્તિ આપી છે. આ સાથે જ વૃદ્ધોને રિટર્ન ફાઈલ કરવામાં મોટી રાહત આપી છે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, સરકારે 7 ટેરિફ રેટ દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પછી માત્ર 8 ટેરિફ રેટ રહેશે. સામાજિક કલ્યાણ સરચાર્જ દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

ટેક્સ અંગે આ મોટી જાહેરાતો

  • 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં.
  • વૃદ્ધોને ચાર વર્ષ માટે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે.
  • વરિષ્ઠ નાગરિકો માટે TDS કપાતની મર્યાદા 50000 થી વધારીને 100000 કરવામાં આવી
  • ટીસીએસની ચૂકવણીમાં વિલંબ ડી-ક્રિમિલાઇઝ્ડ
  • ભાડા પર ટીડીએસ કપાતની મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી છે
  • શિક્ષણ પરના રેમિટન્સ પરની TCS દૂર કરવામાં આવી છે
  • 10 લાખ સુધીની એજ્યુકેશન લોન પર TCS નહીં
  • સામાન્ય બજેટમાં ડીપ ટેક ફંડની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર IIT અને IISમાં ટેક રિસર્ચ માટે 10 હજાર ફેલોશિપ આપશે.

આવકવેરાનું નવું બિલ આવતા સપ્તાહે આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી સપ્તાહે નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરદાતાઓની સુવિધા વધારવા માટે કર સુધારાના અમલીકરણમાં સરકારના દાયકા લાંબા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકારના સુધારાના એજન્ડાને આગળ વધારતા આગામી સપ્તાહે નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ માટે ફંડની જાહેરાત કરી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પ્રથમ વખત પાંચ લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે.

ગંભીર રોગો માટેની 36 દવાઓ ડ્યૂટી ફ્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવનરક્ષક દવાઓ પરનો ડ્યૂટી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.

Most Popular

To Top