વડોદરા: આખા વર્ષ દરમિયાન ગિલા સિકવા ભૂલીને પ્રકાશના પર્વ દિવાળીમાં લોકો દ્વારા અધિકારીઓને ભેટ આપવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ વડોદરા શહેરમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીએ તહેવારમાં પોતાના કેબિનના દરવાજા પર દિવાળી અને નવા વર્ષમાં સબબ ભેટ સોગાત સાથે કોઇએ મળવા આવવું નહીં તેવી સૂચના ચોટાડી દેવામાં આવી છે. ઉપરાંત તેમના સ્ટાફને કોઇ વહેવાર નહીં કરવાની સલાહ સૂચના આપવામાં આવી છે. આ ઉચ્ચ અધિકારીની અનોખા કાર્યથી તેમના મળવા આવતા લોકોમાં ભારે આશ્ચર્યા ફેલાયું છે.
દિવાળી એટલે ખુશીનો તહેવાર કહેવાય છે. દરેક વ્યકિત નકારાત્મકતાથી દૂર ભાગી હર્ષોલ્લાસ સાથે અનેરો આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે. તહેવારમાં લોકો વિચારી રહ્યા છે પર્વે ટાણે કોઇ મુશીબત કે બીમારીની ઘરમાં સ્વાગત ન થાય અને દિવા પ્રગટાવવાથી કેવો પ્રકાશ ઉજાગર થાય છે તેવા કોઇ હકારાત્મક કામો કરવામાં આવે છે. જેથી માત્રને માત્ર લોકોને ખુશીનો અહેસાસ થાય. સાથે દિવાળીનો તહેવાર નજીક આવે કે આખા વર્ષના મેળા પિપણા ભૂલી જઇને લોકોને નવા વર્ષથી નવા વિચારો સાથે લોકોને મળતા હોય છે.
તહેવારમાં લોકો વિચારતા હોય છે નોકરી કરતા હોય જગ્યાના બોસ પાસેથી કોઇને કોઇ ગિફ્ટ મળવી જોઇએ. જ્યારે કેટલાક લોકો એવા પણ સામે આવતા હોય છે, જે વ્યક્તિ પાસેથી પોતાનું કામ કઢાવવાનું હોય કે પછી કોઇ સલાહ સૂચન લેવાનો, કોઇ પ્રત્યે કામગીરી કરતી અટકાવવી હોય. ત્યારે આવી વ્યક્તિ જેમની પાસેથી કામ કરાવ્યું હોય કે પછી કરાવવાનું હોય તેમની ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા લોકો તેમને ગિફ્ટમાં કોઇ વસ્ત કે પછી કવર આપી રિઝવવા માગતા હોય છે. મોટાભાગે સરકારી કચેરી સહિતના ઓફિસમાં અધિકારીઓને તમામ કામ કરવા માટે કટીબદ્ધ હોય છે. જેથી લોકો દ્વારા જે તે સરકારી કચેરીઓની ઓફિસમાં કલાકો સુધી બેસી અધિકરીઓની ફ્રી થવાના રાહ જોતા હોય છે અને જેવા તેઓ ફ્રી થાય કે તુરંત જ ઓફિસમાં ઘૂસીને તેમને રાજી કરવા માટે ગિફ્ટ સહિતના પ્રલોભનો આપતા હોય છે.
તહેવારમાં અધિકારીઓને ગિફ્ટ આપી રિઝવવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક ઉચ્ચ અધિકારી પર્વ ટાણે પણ ગિફ્ટ સહિતના પ્રલોભનો કે ભેટ સોગાતોથી કોઇ લાલચ કે ચાહના રાખતા નથી. ત્યારે દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ઉચ્ચ પોલીસ અધિકારીએ પોતાના કેબિનની બહારના દરવાજા પર દિવાળીના / નવા વર્ષના તહેવાર સબબ કોઇ પણ વ્યક્તિએ ભેટ સોગાત સાથે તેમને મળવા આવવું નહીં તેવું નોટિસ ચોટાડી દીધી છે.
જેથી કોઇ પણ વ્યક્તિ અતિ કિમતી વસ્તુની ભેટ સોગાત લઇને આવે તો પણ અધિકારી તેમને પ્રવેશ આપશે નહીં. આ ઉપરાંત અધિકારીએ તેમના સ્ટાફને પણ કોઇપણ પ્રકારનો ગિફ્ટ કે સોગાતનો વહીવટ કરવો નહીં તેવી સૂચના આપવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીએ કરેલી પહેલથી અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ તેમનો માર્ગ અપનાવે તો એક પ્રોત્સાહનરૂપ સૂચન કહેવાય.