Trending

ચેક ડ્રાફ્ટ બોક્સમાં જ નાખવાની જરૂર નથી ! બેન્ક ગ્રાહકને ફરજ પાડી શકે નહીં

ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે કેટલીક બેંક તેને કાઉન્ટર પર સ્વીકારવાનો અને પે-ઈન સ્લીપ પર સિકકા મારીને તે મળ્યા બદલની એકનોલેજમેન્ટ આપવાનો ઈન્કાર કરે છે. અને તેવા ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટને બેંકમાં મુકેલા ડ્રોપ બોકસમાં નાંખી દેવા ગ્રાહકને ફરજ પડાય છે. શું આ યોગ્ય છે? શું કોઈ ગ્રાહક બેન્કના કાઉન્ટર પર જ ચેક અને સ્લીપ સાથે રજૂ કરીને તે મળ્યા બદલની એકનોલોજમેન્ટ મેળવવાનો આગ્રહ રાખી શકે કે નહીં? એવા પ્રશ્નો ઘણા જાગૃત ગ્રાહકો કરે છે.’

કોઈ પણ બેંક ગ્રાહકને ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ ડ્રોપ બોકસમાં નાંખવાની ફરજ પાડી શકે નહી કે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટના કલેકશન કાઉન્ટર પર સ્વીકારવાનો કે પે–ઈન સ્લીપમાં સિકકા મારીને તે મળ્યા બદલ એકનોલોજમેન્ટ આપવાનો ઈન્કાર કરી શકે નહી.વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તા.૧૦.૪.૨૦૦૪ ના રોજના પરિપત્ર નં. RBL/2004/140 અન્વયે દેશની તમામ શીડયુલ, કોમર્શીયલ બેંકોને જો ગ્રાહક બેંકના કાઉન્ટર પર ચેક કે અન્ય વગેરે ઈજ્મેન્ટ જમા કરાવી એકનોલોજમેન્ટ મેળવવાનો આગ્રહ રાખે તો તે ઈન્કાર નહીં કરવાનો તેમની તમામ શાખાઓને સુચના આપવા જણાવ્યું હતું.

ત્યારબાદ, ફરીથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તેના તા.૧૮.૧૨.૨૦૦૬ ના રોજના સરકયુલર નં. RBI/2006-2007/214 અન્વયે તમામ શીડયુલ | કોમર્શીયલ બેંકોને તેમના તા.૨૭.૧૨.૨૦૦૬ ના સરકયુલર નં. RBI/2006-2007/221 અન્વયે તમામ સહકારી, સ્ટેટ | સેન્ટ્રલ કો. ઓ. બેંકોને તેમના ગ્રાહકોને ડ્રોપ બોકસમાં જ ચેક નાંખવા ફરજ ન પાડવા સુચના આપી હતી અને બેંકમાં રેગ્યુલર કલેકશન કાઉન્ટર પર ગ્રાહક જો ચેક રજુ કરે તો ચેક મળ્યા બદલ એકનોલોજમેન્ટ આપવાની વ્યવસ્થા રાખવાની પણ સુચના આપી હતી. તથા કાઉન્ટર પર ગ્રાહક દ્વારા રજુ કરાયેલ ચેકના એકનોલોજમેન્ટ આપવાનો કોઈ પણ બેંકની કોઈ પણ શાખા ઈન્કાર ન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

વધુમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ મજકુર સરકયુલરમાં એવું પણ જણાવ્યું હતું કે ગ્રાહક બેંકના કાઉન્ટર પર પણ ચેક રજુ કરતાં પે-ઈન સ્લીપ પર બેંકની એકનોલોજમેન્ટ મેળવી શકશે એવી સુચના બેને ડ્રોપ બોકસ પર તેમજ બ્રાન્ચમાં ગ્રાહક સ્પષ્ટ રીતે જોઈ શકે એ રીતે અચૂકપણે પ્રદર્શીત કરવા તાકીદ કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનો ઉપરોકત સરકયુલરોમાં જણાવેલ નિર્દેશનું પાલન કરવા અને ગ્રાહક જો બેંકના કાઉન્ટર પર ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ રજુ કરે તો તે સ્વીકારીને પે-ઈન સ્લીપ પર સિકકા મારી એકનોલોજમેન્ટ કરી આપવા તમામ બેંકો જવાબદાર અને બંધાયેલ છે અને જો કોઈપણ બેન્ક દ્રારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનાં નિર્દેશોનું પાલન ન કરવામાં આવે અને ચેકનું કાઉન્ટર પર એકનોલોજમેન્ટ કરવાનો ઈન્કાર કરીને ચેક ડ્રોપ બોક્સમાં નાંખવાની ગ્રાહકને ફરજ પડાય તો તેવા સંજોગોમાં સંબધીત ગ્રાહક જે તે બેંક/સંબધીત સ્ટાફ સામે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયેની કાનૂની કાર્યવાહી કરી શકે છે. બેન્કો પણ પોતાની ગ્રાહક પ્રત્યેની કાનૂની ફરજો સમજીને રિઝર્વ બેન્કની સ્પષ્ટ લેખિત સૂચના પરિપ્રેક્ષ્યમાં પાલન કરશે જ એવી અપેક્ષા અસ્થાને ન ગણાય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top