Business

મોર નહીં હવે વેઈટ લેસ કરવા ઇચ્છે છે સુરતીઓ

‘‘ઇન્સાન કી ઉમર ઈતની હોતી હૈ જીતની વો ફિલ કરતા હૈ…’’ આ ફિલ્મનો ડાયલોગ લાગે છે આજકાલ સુરતીઓ માટે સાર્થક બનતો જાય છે. ફિટ રહેવું યંગ દેખાવવું કોને ના ગમે? એક સમય એવો હતો કે જ્યારે ગૃહિણી સવારે નાસ્તામાં ગરમ ફાફડા, ખમણ, લોચો અને બપોરે પેટીસ ખાતા અચકાતી નહિં હતી. આજે આવો નાસ્તો કરવા ના માત્ર લેડિઝ પણ પુરુષો પણ વિચારે. પહેલાં લોકો પોતાના બિઝનેસ કે ફેમીલિમાંથી સમય નહિં કાઢી શકતા હતા અને કોઈ એક્ટિવીટી કરી ન શકતા. પણ આજકાલ તો લોકો પોતાની હેલ્થ માટે અવેર થયા છે અને પોતાની જાત માટે સમય કાઢી કાળજી લઇ રહ્યાં છે. પહેલાંના સમયમાં લેડિઝ સાડી પહેરવી પસંદ કરતી હતી. તો આજે સાડીને બદલે દરેકને જ ફેશનેબલ કપડાં પહેરવા ગમતા હોય છે. આથી ચરબી દેખાય એ કેમ પોસાય!! જો કે વાત ફકત સ્ત્રીઓની જ નથી પણ પુરુષોમાં પણ ખાસ વેઇટ લોસ કરીને ફિટ અને હેલ્ધી રહેવાનું ઘેલું લાગ્યું છે. જેના માટે આજકાલ સુરતીઓ પૈસા ખર્ચતા પણ અચકાતાં નથી. એવું નથી કે ફિટ રહેવા બાબતે હમણાં જ સુરતીઓમાં અવેરનેસ આવી છે. આ બાબતે અવેરનેસ તો પહેલા પણ હતી જ પણ હવે લોકોમાં ફિટનેસ બાબતે આકર્ષણ પણ વધ્યું છે. ચાલો મળીએ સુરતીઓને અને જાણીએ કે એમને વેઇટ લોસનું ઘેલું કેમ લાગ્યું છે ?

40 કે 50 વર્ષથી વધુ વયના એવું ઈચ્છે કે તેઓ કાયમ જ યંગ દેખાય : આશિષ પટેલ (જીમ ટ્રેનર)

આશિષ પટેલ લાલભાઈ સ્ટ્રેડિયમમાં જીમ ટ્રેનર  છે. આશિષભાઈ જણાવે છે કે, ‘’ મને લાગે છે કે ફિટનેસ અને વેઇટ લોસ બાબતે લોકોને કોરોનામાં ઘરે બેઠા બેઠા ભાન થયું અને વધારે અવેર થયા છે કે પૈસા કસે કામ આવતા નથી. તમારી હેલ્થ અને ફિટનેસ જ કામ આવે. અને આમ પણ જોવા જઈએ તો આજના ડિજિટલ યુગમાં ફિલ્મોમાં અને વેબસિરીઝમાં લેડિઝ વધારે ફિટ દેખાય એ ટાઈપના કપડાં પહેરે એ જોઈને પણ લેડિઝને એવો વિચાર આવે કે હું પણ ફિટ રહું. ઘણીવાર ફેમિલીમાં લગ્ન હોય તો પણ લેડિઝ 3 મહિના કે 6 મહિના પહેલા આવે છે કે અમારે ઘરે લગ્ન છે તો અમુક આઉટફિટ સારા લાગે અને લગ્નમાં દીકરીની માં હોય તો એને એમ થાય કે મારે સાસુ નથી દેખાવવું. એના માટે વેઇટ લોસ કરવું છે કે પછી 2 છોકરાની મધર હોય તો એમની એવી ડિમાન્ડ હોય કે હું હજુ યંગ લાગુ બે દીકરાની માં હોય એવી નહીં લાગુ. એવું પણ નથી કે ફિમેલમાં જ આ ધેલું લાગ્યું છે આજકાલ તો મેલ હોય કે ફિમેલ હોય 40 કે 50 વર્ષથી વધુ ના હોય એમને એવું લાગે કે તેઓ કાયમ જ યંગ દેખાય.’’

દિકરાને આપેલું પ્રોમિસ પુરું કરવા ૨૫ KG વજન ઉતાર્યું : અનુજ માલપાણી

અનુજભાઈ માલપાણી જણાવે છે કે, ‘’હું ડિસ્ટ્રકટ લેવલ ક્રિકેટ રમતો હતો. પણ વધેલા વજનને કારણે હું દોડી નહોતો શકતો. ચાલતા પણ મને હાંફ ચડતો હતો અને આ જ સમયે મારા દીકરાએ ક્રિકેટ કોચિંગમાં જવાનું શરૂ કર્યું. અને મને કહ્યું, ‘’ડેડી, તમે પણ આવો મને શીખવો, તમે તો કઈ કરતાં જ નથી.’’ અને એના આ શબ્દો મારું પીઠબળ બન્યા. મેં મારા દીકરાને પ્રોમિસ આપ્યું અને એજ મારો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અને એમાં લોકડાઉને મને મદદ કરી શરૂઆત મેં ચાલવાથી કરી. ત્યારબાદ થોડા સમય બાદ મે દોરડા કુદવાનું શરૂ કર્યું. પ્રોટીન, સપ્લીમેંટ વગર ઘરે જ ડાયેટ પ્લાન બનાવી મેં નોર્મલ ડાયેટ ફોલો કરી મેં 5 મહિનામાં 25 KG વજન ઉતાર્યું છે.’’

લોકો હેલ્ધી અને પ્રેઝન્ટેબલ રહેવા વેઇટ લોસ કરે છે : ડો કેતા શાહ (ડાયટિશ્યન) 

ડો કેતા શાહ જણાવે છે કે, ‘’સુરતીઓમાં વધારે લાઇફ સ્ટાઈલ ડિસોર્ડર જોવા મળે છે. આથી હેલ્ધી અને પ્રેઝન્ટેબલ રહેવું દરેકને ગમે છે. એવું નથી કે પહેલાં લોકો વેઇટ લોસ બાબતે અવેર નહીં હતા, વેઇટ લોસ માટે પહેલા પણ લોકો મારી પાસે આવતા જ હતા પણ આજકાલ લોકો આ બાબતે વધારે અવેર થયા છે તે ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય. કોવિડમાં ઘણાં એ અનુભવ્યું કે ફિટ અને હેલ્ધી રહેવું જરૂરી છે. મારી પાસે 30 કે 35 વર્ષથી મોટી ઉમરના પેશન્ટ વધારે આવે છે. ઘણાંને ફિટ રહેવું ગમતું હોય એટ્લે આવતા હોય. છે તો કોઈ ફિલ્મમાં એક્ટર એક્ટ્રેસની ફીટ બોડી જોઈને આવે પણ મોટાભાગે તો વધારે લાઇસ્ટાઇલ ડિસોર્ડરના જ કેસ વધારે જોવા મળે છે. વેઇટ લોસ માટે 70 % ડાયટ અને 30% એક્સરસાઇઝ ભાગ ભજવતી હોય છે. આથી ડાયેટ અને કસરત તો કરવી જોઈએ.’’

જવાબદારીઓમાંથી પરવારી એટલે પોતાના પર થોડું ધ્યાન આપવાનું વિચાર્યું- ડો. સત્યા જૈન

58 વર્ષીય ડો સત્યા જૈન હોમિયોપેથી ડોકટર છે. ડો સત્યા જૈન જણાવે છે કે, ‘’મારું વજન પહેલા 96 KG હતું. આથી મને ખૂબ જ પ્રોબ્લેમ થતા હતા. અને ઉપરથી મને અસ્થમા પણ હતો. જો કે ચાહતા હોવા થતાં હું વેઇટ લોસ કરી શકતી ના હતી કેમ કે એટલો સમય જ નહીં મળતો હતો પણ હાલ મારા બાળકો પણ મોટા થઈ ગયા છે તેઓ જોબે પર લાગી ગયા છે આથી હાલ હું જિમ્મેદારીમાથી ફ્રી થતાં મેં ટાર્ગેટ સાથે મારું વેઇટ લોસ કરવાનું શરૂ કર્યું. મેં જોગિંગ, ડાયટ, યોગાને ફોલો કરીને વેઇટ લોસ કર્યું અને મને ગમે પણ છે કે હું ફિટ દેખાઉં.’’

Most Popular

To Top